ગીરસોમનાથ: ભગવાન શ્રીરામ માટે બનેલી રજત અને સૂવર્ણ ચરણ પાદુકાનું સોમનાથમાં ભવ્ય સ્વાગત- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: અયોધ્યામાં નવનિર્મીત રામ મંદિરમાં ભગવાન શ્રી રામ માટે બનેલી રજત અને સુવર્ણની ચરણ પાદુકા હાલ ગુજરાત દર્શન માટે આવી પહોંચી છે. ત્યારે સોમનાથ આવેલી ભગવાન શ્રીરામની આ શ્રીચરણ પાદુકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં ભગવાન શ્રીરામ માટે બનેલી રજત અને સુવર્ણની ચરણ પાદુકા હાલ સોમનાથ આવી પહોંચી છે ત્યારે સોમનાથ ખાતે તેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા સાથે ભગવાન શ્રીરામની ચરણ પાદુકાનુ અભિવાદન પૂજન કરવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં ભગવાન રામલલા માટે નિર્માણ કરાયેલ ચરણ પાદુકા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચી હતી.

રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણવાળી 8 કિલો ચાંદીથી બનેલી આ ચરણપાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે.

રામલલા માટે ચરણ પાદુકા 1 કિલો સોના અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે. હૈદરાબાદના શ્રીચલ નિવાસ શાસ્ત્રીએ આ પાદુકા બનાવી છે.

19 ડિસેમ્બરે મંગળવારના રોજ સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં આ પાદુકા લાવવામાં આવી હતી જેનુ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, મેનેજર વિજયસિંહ ચાવડા, સ્થાનિક ભૂદેવો અને ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને સોમનાથ મંદિરના પૂજારી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.

સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને સોમનાથ મંદિરના પૂજારી દ્વારા વિધિ વિધાનથી તેનું પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું.