અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ભવ્ય ઉદ્ધાટન, પહેલા જ દિવસે ઉમટી લાખોની જનમેદની, જુઓ-Photo
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ-2025’ નો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે કલા, મનોરંજન અને સંસ્કૃતિના અદભૂત સંગમ સાથે આ ઉત્સવની શરુઆત થઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ–2025નો ભવ્ય પ્રારંભ ગઈકાલે 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો.

કાર્નિવલના પ્રથમ જ દિવસે નાગરિકો અને પ્રવાસીઓ તરફથી જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, પહેલા જ દિવસે કુલ 1,31,255 મુલાકાતીઓએ કાર્નિવલની મુલાકાત લીધી હતી.

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ-2025’ નો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે કલા, મનોરંજન અને સંસ્કૃતિના અદભૂત સંગમ સાથે આ ઉત્સવની શરુઆત થઈ છે.

કાર્નિવલના પ્રથમ દિવસે કાંકરિયા પરિસર સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત અને નૃત્યની રંગબેરંગી રજૂઆતો, ફૂડ ઝોન તથા બાળકો માટેની વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓથી ઉત્સવમય બન્યું હતું. પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને પ્રવાસીઓએ અહીં મનોરંજન સાથે શહેરની સંસ્કૃતિનો જીવંત અનુભવ કર્યો.

કાંકરિયા કાર્નિવલનું આયોજન નાગરિકોને ઉત્તમ ગુણવત્તાનું મનોરંજન પૂરૂં પાડવા, સ્થાનિક કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાનો અવસર આપવા તેમજ શહેરના પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું છે.

અમદાવાદ માટે આ આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહી, પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવતું, સામૂહિક આનંદનું પ્રતિક બનતું અને પર્યટન વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થતું દેખાઈ રહ્યું છે.

આ વિશેષ અવસરે ડ્રોન શો પણ યોજાયો હતો. લોકલ ટુ ગ્લોબલ, કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ, ક્લીન સિટી, અટલજી તેમજ શોપિંગ ફેસ્ટિવલ જેવા વિવિધ વિષયો પર રચાયેલ ડ્રોન આકારોએ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.

સાથે સાથે દેશભક્તિના ગીતોની ઝંકાર સાથે રજૂ કરાયેલ લાઇટ અને સાઉન્ડ શોએ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્નિવલ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાની રજૂઆતથી સમગ્ર માહોલમાં રંગ ભરી દીધો હતો.
Gold Price Today: સોનાના ભાવમાં સતત વધારો, ચાંદી પણ તોડી રહી રેકોર્ડ, જાણો આજની કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
