સરકારે શરૂ કર્યું સસ્તા ભાવે સોનાનું વેચાણ, જાણો આ સ્કીમમાં રોકાણ કેવી રીતે કરવું
ભારત સરકાર દ્વારા આજથી એટલે કે 18 ડિસેમ્બરથી બજાર ભાવ કરતા સસ્તા ભાવે સોનાનું વેચાણ શરૂ કર્યું છે. પેપર ગોલ્ડમાં રોકાણ કરવા માટે આ એક સોનેરી તક છે. તમે તેમાં મિનિમમ 1 ગ્રામ સોનામાં રોકાણ કરી શ્કો છો. સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ-3નું વેચાણ શરૂ કર્યું છે. સ્કીમમાં સોનાના ભાવ 6,199 રૂપિયા છે.

ભારત સરકાર દ્વારા આજથી એટલે કે 18 ડિસેમ્બરથી બજાર ભાવ કરતા સસ્તા ભાવે સોનાનું વેચાણ શરૂ કર્યું છે. પેપર ગોલ્ડમાં રોકાણ કરવા માટે આ એક સોનેરી તક છે. તમે તેમાં મિનિમમ 1 ગ્રામ સોનામાં રોકાણ કરી શકો છો.

સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ-3નું વેચાણ શરૂ કર્યું છે. સ્કીમમાં રોકાણ કરવા માટે એક ગ્રામ સોનાના ભાવ 6,199 રૂપિયા છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ડિસ્કાઉન્ટ બાદ 1 ગ્રામ સોનાના ભાવ 6,149 રૂપિયા થશે. હાલમાં સોનાના ભાવ બુલિયન માર્કેટમાં 64,000 આસપાસ ચાલી રહ્યા છે, એટલે કે તમને સસ્તા ભાવે સોનુ મળશે. આ ઉપરાંત રોકાણકારોને વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજનો લાભ પણ મળશે.

તમને હવે પ્રશ્ન એ થતો હશે કે સોનામાં રોકાણ કેવી રીતે કરવું? તમે સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ-3 સ્કીમમાં રોકાણ તમારૂ જે બેંકમાં એકાઉન્ટ હશે તેની મોબાઈલ એપ કે વેબસાઈટ પર ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન પર જઈને રોકાણ કરી શકો છો.

આ સિવાય જો તમારૂ ડિમેટ એકાઉન્ટ ઝેરોધામાં છે તો તમે Kite એપ પર Bids સેકશનમાં જઈને Sovereign Gold Bonds Scheme 2023-24 – Series III દ્વારા સરળતાથી રોકાણ કરી શકો છો. રોકાણ કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર, 2023 છે.
