AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોનું ₹20,000 સુધી મોંઘું થવાના એંધાણ, ચાંદી પણ તેજી સાથે નવો રેકોર્ડ સર્જશે

માર્ચમાં પોતાની તેજી ગુમાવનાર સોનું અચાનક એવા સ્તરે પહોંચ્યું છે કે, મોટા રોકાણકારો પણ ચોંકી ગયા છે. ગ્લોબલ રિપોર્ટ્સ મુજબ, સોના-ચાંદીના ભાવમાં હજુ પણ મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

| Updated on: Apr 01, 2026 | 8:38 PM
Share
છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાએ જાણે પોતાની ખોવાયેલી ચમક પાછી મેળવી લીધી છે. કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો અને તે પ્રતિ ઔંસ $4,760 ની નજીક પહોંચી ગઈ છે. બજારમાં ભારે હલચલ છે, રોકાણકારો મુંઝવણમાં છે અને દરેક જગ્યાએ એક જ સવાલ ગુંજી રહ્યો છે કે, શું સોનું $5,000 સુધી જશે અને ચાંદી $90 ને સ્પર્શશે?

1 / 7
ડૉલરની નબળાઈ, ઈરાન તણાવમાં ઘટાડો અને વ્યાજ દરના અનિશ્ચિત માહોલે આ બાબતને વધુ રસપ્રદ બનાવી દીધી છે. અગાઉ જ્યારે માર્ચ મહિનામાં સોનું જાણે પોતાની ચમક ખોઈ બેઠું હતું અને કિંમતોમાં 11% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે બજારમાં ડર હતો. બીજું કે, તેલ મોંઘું થઈ રહ્યું હતું, મોંઘવારી વધી રહી હતી અને એવું લાગતું હતું કે, વ્યાજ દર હજુ ઉપર જશે. બસ આ બાબતને ધ્યાનમાં લઈને રોકાણકારો ધીરે ધીરે ગોલ્ડથી અંતર બનાવી રહ્યા હતા.

2 / 7
જો કે, પછીથી અચાનક સ્થિતિ બદલાઈ ગઈ. અમેરિકી ડૉલર થોડો નબળો પડ્યો અને લગભગ 0.4% નો ઘટાડો થયો. બસ અહીંથી જ સોનાની વાર્તાએ નવો વળાંક લીધો. ડૉલર નબળો પડતા વિશ્વના બાકીના દેશો માટે સોનું સસ્તું થઈ ગયું. એવામાં ખરીદદારો પાછા ફર્યા, માંગ વધી અને કિંમતો વધવા લાગી.

3 / 7
આ દરમિયાન એક સમાચાર આવ્યા કે, ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષનો અંત આવી શકે છે. ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું કે, આગામી 2-3 અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે અને બજારનો મૂડ બદલાઈ ગયો. શેરબજારમાં ચિંતાનું માહોલ હતું અને એવામાં રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવાનું શરૂ કર્યું. બસ ત્યારબાદ ફરી એકવાર રોકાણકારોની નજર ગોલ્ડ પર ટકી ગઈ. ધીરે ધીરે સોનું $4,700 ને પાર કરી ગયું અને $4,760 સુધી પહોંચી ગયું, જે 1 એપ્રિલ 2026 ની સાંજ સુધીમાં 20 માર્ચ પછીનું સૌથી ઊંચું સ્તર હતું. હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે, શું આ માત્ર એક ઉછાળો છે કે મોટી રેલીની શરૂઆત?

4 / 7
Goldman Sachs કહે છે કે, વર્ષ 2026 સુધીમાં સોનું $5,400 સુધી જઈ શકે છે, જ્યારે J.P. Morgan અને Deutsche Bank પણ $4,450 થી $5,055 ની રેન્જ બતાવી રહ્યા છે. ટૂંકમાં સંકેત સ્પષ્ટ છે કે, મોટી ચાલ શક્ય છે. જો કે, આ વાર્તા પાછળ ઘણા કારણો પણ છે. પહેલું,  ઉભરતા બજારોની સેન્ટ્રલ બેંક સતત સોનું ખરીદી રહી છે. તેઓ પોતાના ફોરેક્સ રિઝર્વને મજબૂત કરી રહ્યા છે. બીજું કે, પશ્ચિમી દેશોમાં ગોલ્ડ ETF માં નાણાં ઝડપથી આવી રહ્યા છે અને અંતે બજાર માની રહ્યું છે કે, અમેરિકામાં આ વર્ષે રેટ કટ (વ્યાજ દરમાં ઘટાડો) નહીં થાય પરંતુ જો સ્થિતિ બદલાય અને વર્ષ 2026 માં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થાય, તો રિયલ ઈન્ટરેસ્ટ રેટ નીચે આવશે તેમજ ગોલ્ડને મોટો સપોર્ટ મળશે.

5 / 7
ચાંદી હાલમાં $75 ની આસપાસ છે, તે થોડી નબળી જરૂર દેખાઈ રહી છે પરંતુ તેની પોતાની એક અલગ વાર્તા છે. ચાંદી માત્ર રોકાણ નથી પણ એક ઇન્ડસ્ટ્રિયલ મેટલ છે. ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં માંગ વધશે, તો તે ઝડપથી ભાગી શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સોનું દોડે છે, ત્યારે ચાંદી તેનાથી પણ વધુ ઝડપથી દોડે છે.

6 / 7
જો સોનું $5,400 સુધી પહોંચે છે, તો ભારતમાં તેની કિંમત પ્રતિ 10 ગ્રામ અંદાજે 1,75,000 રૂપિયા સુધી જઈ શકે છે. ટૂંકમાં હાલના સ્તરથી અંદાજે 20,000 રૂપિયાની વધુ તેજી શક્ય છે. ધ્યાન રાખવા જેવુ એ છે કે, બજાર હજુ પણ અનિશ્ચિત છે. પહેલા પણ ઘણીવાર માર્કેટ સેન્ટિમેન્ટ સકારાત્મક દેખાઈ રહ્યું હતું પરંતુ પછીથી સ્થિતિ બગડી હતી. એવામાં નિષ્ણાતો કહી રહ્યા છે કે, ઉતાવળમાં નિર્ણય ન લો.

7 / 7

યુદ્ધના ફફડાટ વચ્ચે રોકાણ ક્યાં કરવું ? જો તમારી પાસે ₹1 લાખ હોય, તો આ 3 જગ્યાએ પૈસા લગાવો

Follow Us
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર

શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો

ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video

સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ

આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું

1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video

પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક

છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

g clip-path="url(#clip0_868_265)">