ભરૂચ: ‘રોડ, રસ્તા અને ગટર આપો નહિતર વોટ ભૂલી જાઓ’, 200 પરિવારોએ મતદાન રોકવાની આપી ચીમકી
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ જનતાનો મિજાજ આકરો જોવા મળી રહ્યો છે. શહેરની એક સોસાયટીના 200 થી વધુ મકાનોના રહીશોએ પાણી, રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓના અભાવે ‘નો વેકેશન, નો વોટ’ ના નારા સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.
ભરૂચમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ જનતા હવે નેતાઓના પોલા વચનોથી કંટાળી ગઈ છે. ભરૂચના એક રહેણાંક વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. અંદાજે 200 જેટલા મકાનો ધરાવતી સોસાયટીના રહીશોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગટર, ખરાબ રસ્તા અને પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, છતાં તંત્ર કે નેતાઓ કોઈ સાંભળતું નથી.
સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે ‘કામ નહીં તો વોટ નહીં’. જો ચૂંટણી પહેલા તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી નહીં મળે તો તેઓ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આટલું જ નહીં, હવે લોકો નેતાઓને સોસાયટીમાં પ્રચાર માટે પણ આવવા દેવાના મૂડમાં નથી. ચૂંટણી ટાણે જનતાનો આ આક્રોશ ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.
(ઈનપુટ ક્રેડિટ; અંકિત મોદી)
અરવલ્લીમાં વર્ગખંડમાં જ દારૂ પીને લથડિયા ખાતો ઝડપાયો શિક્ષક, શું આવા ગુરુઓ ઘડશે બાળકોનું ભવિષ્ય?
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
