AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીમાં વર્ગખંડમાં જ દારૂ પીને લથડિયા ખાતો ઝડપાયો શિક્ષક, શું આવા ગુરુઓ ઘડશે બાળકોનું ભવિષ્ય?

અરવલ્લીમાં વર્ગખંડમાં જ દારૂ પીને લથડિયા ખાતો ઝડપાયો શિક્ષક, શું આવા ગુરુઓ ઘડશે બાળકોનું ભવિષ્ય?

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2026 | 7:22 PM
Share

અરવલ્લીની મોડાસા પ્રાથમિક શાળામાં ‘ગુરુ’ની ગરિમા લજવાઈ છે. વર્ગખંડમાં જ નશાની હાલતમાં લથડિયા ખાતા શિક્ષકનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જેની જવાબદારી બાળકોમાં સંસ્કાર સિંચવાની છે, તે જ શિક્ષક દારૂ પીને શાળાએ આવતા તંત્ર સામે અનેક આકરા સવાલો ઉભા થયા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર શિક્ષણ જગતને સ્તબ્ધ કરી દીધું છે. અહીં એક શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે ખુદ નશામાં ધૂત થઈને વર્ગખંડમાં જોવા મળ્યો હતો. યશવંત કડિયા નામનો આ શિક્ષક શાળામાં એવી હાલતમાં હતો કે તે સરખો ઉભો પણ રહી શકતો નહોતો.

વિદ્યાના ધામમાં નશાખોરીનો આતંક

વાયરલ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જે ખુરશી પર બેસીને શિક્ષકે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું હોય, ત્યાં તે નશાની હાલતમાં ઢળી પડ્યો હતો. શાળામાં લથડિયા ખાતા આ શિક્ષકને જોઈને વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે જો સરસ્વતીના ધામમાં જ આવા નશાખોર તત્વો ‘શિક્ષક’ તરીકે હશે, તો દેશની ભાવિ પેઢી શું શીખશે?

તંત્રની કામગીરી પર સવાલો

ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક શાળાએ પહોંચી શિક્ષક યશવંત કડિયાની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટના બાદ સરકાર અને શિક્ષણ વિભાગની ભરતી પ્રક્રિયા તથા દેખરેખ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. શું તંત્ર આવા નશાખોર શિક્ષકો સામે દાખલારૂપ કાર્યવાહી કરશે? શું સરકાર માત્ર પગાર ચૂકવવા માટે જ આવા ભાન ભૂલેલા લોકોની ભરતી કરે છે?

વાલીઓની માંગ છે કે આવા શિક્ષકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી ફરી કોઈ આવી હિંમત ન કરે. શું આપણું શિક્ષણ તંત્ર આ ગંદકી સાફ કરવા તૈયાર છે?

એક તરફ સરકાર ‘ગુણોત્સવ’ અને શિક્ષણની ગુણવત્તાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ આવા ‘નશાખોર ગુરુઓ’ સરકારી શાળાઓની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ કલંકને કેવી રીતે ભૂંસશે.

સુરત: પુણા-કુંભારીયામાં ખાડીના પાણી ઘરમાં ઘૂસતા લોકો ઘર વેચવા મજબૂર, ભાજપ સામે રોષ અને કોંગ્રેસ પાસે માગ્યા જવાબ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">