AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પ્રેમ લગ્ન મુદ્દે કાજલ મહેરિયાની સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ, 'કોઈ ધર્મ પરિવર્તન નથી કર્યું'

Breaking News : પ્રેમ લગ્ન મુદ્દે કાજલ મહેરિયાની સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ, ‘કોઈ ધર્મ પરિવર્તન નથી કર્યું’

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2026 | 11:48 AM
Share

હવે જાણીતા લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્ન મામલે વિવાદ ચાલી રહ્યો છે.પરિવાર અને સમાજની જાણ બહાર કાજલ મહેરિયાએ લગ્ન કર્યાની પોસ્ટ વાયરલ થઈ હતી. જે બાદ કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ખુલાસો કર્યો છે.

જાણે ગુજરાતી સિંગરોમાં પ્રેમ લગ્ન કરવાની મૌસમ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પહેલા સિંગર કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા પરિવાર અને સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કિંજલ રબારીએ પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફરી હતી. તેમજ રાજીખુશીથી પરિવાર સાથે રહેવાની કિંજલ રબારીએ વાત કરી છે. કિંજલ દવે થોડા સમય પહેલા અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ અને 6 ડિસેમ્બરે સગાઈ સેરેમની થઈ હતી. તે પણ ચર્ચામાં રહી હતી.ત્યારે હવે કાજલ મહેરિયાના પ્રેમ લગ્ન ચર્ચામાં આવ્યા છે.

પોતાની મરજી લગ્ન કર્યાનો ખુલાસો કર્યો

મહેસાણામાં પ્રેમલગ્ન મુદ્દે કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે.અલ્પેશ નામના યુવક સાથે પોતાની મરજી લગ્ન કર્યાનો ખુલાસો કર્યો છે. છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યુ છે. કોઈપણ દબાણ વગર સ્વતંત્ર નાગરિક તરીકે લગ્ન કર્યાની જાહેરાત કરી છે.પોતે સનાતન ધર્મમાં જ માને છે અને ધર્મ પરિવર્તન ન કર્યાની સ્પષ્ટતા કરી છે. પરિવારની સંમતિ ન હોવાથી પોતાના ભવિષ્ય માટે જાતે નિર્ણય લીધો હતો.

પરિવાર, સાસરી પક્ષ તરફથી મારી નાખવાની ધમકી મળ્યાનો પણ આક્ષેપ છે. જો કોઈ નુકસાન પહોંચાડશે કે ખોટી ટિપ્પણી કરશે તો કાર્યવાહીની પણ કડક ચિમકી આપી છે.જાણીતી ગાયિકા કાજલ મહેરિયાના માતા શારદાબેનનું ચોંકાવનારું નિવેદન

મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે

હવે આ સમગ્ર મામલે દીકરીને પરત લેવા માટે પરિવાર અને સમાજના લોકો શેરથા ગામે ગયા હતા.શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને ઉશ્કેરીને કાઢી મુકાયા હતા. કાજલ મહેરિયાની માતાએ કહ્યું કે, સામેવાળો છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો હતો. શારદાબેન મહેરિયાએ કહ્યું મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે, મારી દીકરી આવી ન હતી.છોકરાનો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે ગેમ રમી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.દલિત સમાજ અને અઢારે આલમને ન્યાય અપાવી રસ્તો કાઢવા માતાએ અપીલ કરી છે.

ગુજરાતી ચલચિત્રોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આ નામ પડી ગયું છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">