AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂલથી પણ જમ્યા પછી ન કરો આ કામ! તમારી આ નાની આદતો આખા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે

ઘણીવાર એવું બને છે કે, આપણે પૌષ્ટિક અને હેલ્ધી ખોરાક ખાધો હોય, તેમ છતાંય પેટ ભારે લાગે, ગેસ થાય કે એસિડિટીની સમસ્યા થવા લાગે. આવા સમયે આપણે વિચારીએ છીએ કે, કદાચ ખાવામાં કંઈક ભૂલ હશે પરંતુ વાસ્તવમાં તે આપણી કેટલીક રોજીંદી આદતોનું પરિણામ હોય છે.

| Updated on: Apr 20, 2026 | 7:15 PM
Share
જમ્યા પછી આપણે જે નાની-નાની પ્રવૃત્તિઓ કરીએ છીએ, તેની સીધી અસર આપણા પાચનતંત્ર (Digestive System) પર પડે છે. જો સમયસર આ આદતો સુધારવામાં ન આવે, તો પાચનશક્તિ નબળી પડી જાય છે અને પેટની બીમારીઓ ઘર કરી જાય છે. આથી, જમ્યા પછી કઈ ભૂલો ટાળવી જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે.

1 / 5
જમ્યા બાદ તરત જ પલંગ પર સૂઈ જવું એ સૌથી મોટી ભૂલ છે. આમ કરવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે એસિડિટી, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થાય છે. બીજું કે, જ્યારે તમે તરત જ સૂઈ જાઓ છો, ત્યારે પેટમાં રહેલું એસિડ ઉપરની તરફ (અન્નનળીમાં) આવી શકે છે, જેનાથી છાતીમાં બળતરા થાય છે. આથી, જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી સૂવું જોઈએ નહીં.

2 / 5
ઘણા લોકોને જમ્યા પછી તરત જ ગરમાગરમ ચા કે કોફી પીવાની આદત હોય છે. આ આદત પાચનતંત્ર માટે નુકસાનકારક છે. ચા અને કોફીમાં રહેલા તત્વો શરીરમાં આયર્ન (Iron) ના શોષણને ઘટાડે છે, જેના લીધે શરીરમાં લોહીની ઊણપ સર્જાઈ શકે છે. જો તમારે ચા-કોફી પીવી જ હોય, તો જમ્યા પછી ઓછામાં ઓછી 45 મિનિટ રાહ જોવી જોઈએ.

3 / 5
જમ્યા પછી તરત જ પુષ્કળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ પાણી પીવાથી પેટમાં રહેલા પાચક રસો (Digestive Juices) પાતળા થઈ જાય છે, જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. લાંબાગાળે આ આદત તમારી મેટાબોલિઝમ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે. જમતી વખતે થોડું પાણી પીવું ઠીક છે પરંતુ જમ્યા પછી તરત જ લોટો ભરીને પાણી પીવાનું ટાળવું જોઈએ.

4 / 5
જમ્યા પછી તરત જ નહાવા જવું એ વૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું છે. નહાતી વખતે શરીરનું બ્લડ સર્ક્યુલેશન પેટના ભાગેથી હટીને ત્વચા તરફ વળે છે, જેના કારણે પાચન ક્રિયા મંદ પડી જાય છે. ખાસ કરીને ઠંડા પાણીથી નહાવું તો ખૂબ જ નુકસાનકારક છે. આથી, જમ્યા પછી સ્નાન કરવા માટે ઓછામાં ઓછા 1 કલાક સુધી રાહ જોવી હિતાવહ છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

કેસરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેમ છે ‘વરદાન’? સવારે ખાલી પેટ આ પીણું પીવાના ફાયદા જાણીને ચોંકી જશો

Follow Us
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video

ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?

બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના

ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ

રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ

ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો

અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો

કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ

કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ

તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ

g clip-path="url(#clip0_868_265)">