AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પનીરના વેપારના નામે ચાલતું હતું આમ આદમી પાર્ટીનું હવાલા કૌંભાડ, જુઓ વીડિયો

Breaking News : પનીરના વેપારના નામે ચાલતું હતું આમ આદમી પાર્ટીનું હવાલા કૌંભાડ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2026 | 12:36 PM
Share

સુરત ઈલેક્શન માટે દિલ્લી થી આમ આદમી માટે ફંડિંગનો મામલો હવે મોટો ખુલાસો થયો છે. પનીરના વેપારના નામે આ હવાલા કૌંભાડ ચાલતું હતુ.આકાશ મિશ્રા આમ આદમી પાર્ટીના નેતાના સતત સંપર્કમાં હતો.

સુરતમાં AAPના હવાલા કૌભાંડ મામલે એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે આમ આદમીના ફંડિગ મામલે મોટો ખુલાસો થયો છે.ફંડિંગ સિન્ડિકેટમાં 8થી 10 લોકો સામેલ હોવાની વિગત સામે આવી છે. સુરત, દિલ્હી, અમદાવાદના કેટલાંક લોકો સિન્ડિકેટમાં સામેલ હોય શકે છે.સુરત આવકવેરા વિભાગે સુરત ક્રાઈમ પાસેથી ડેટા મેળવ્યા છે.દિલ્લીથી પનીરના વેપારના નામે હવાલા નેટવર્ક ચાલતું હતું.

હિમાશુંના મોબાઈલ ડેટાની તપાસ

આકાશ મિશ્રા આમ આદમી પાર્ટીના નેતાના સતત સંપર્કમાં હતો. દિલ્હીથી હિંમાશું પાહુજા નામનો વ્યક્તિ નિયમિત પૈસા મોકલતો હતો. હિંમાશું પનીરની ફેક્ટરી હોવાનું કહી પૈસા મોકલતો હતો. પોલીસે સમગ્ર મામલે ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરી છે. હિમાશુંના મોબાઈલ ડેટાની તપાસ કરી છે. હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.સુરત શહેર અને જિલ્લાના ગામડામાં આ રૂપિયા આપવાના હતા.અત્યાર સુધી આશરે 1.29 કરોડ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા છે.હવાલા કાંડમાં છેલ્લી ડિલિવરી 10 એપ્રિલે થઈ હતી,દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ 3-4 મહિનાથી નિયમિત નાણાં મોકલતો હતો.

સવા કરોડ કરોડથી વધુની રકમનું ટ્રાન્જેક્શન

મહિધરપુરાની અરવિંદ હિરેનભાઈ આંગડિયા પેઢી ખાતે રોકડ લાવ્યા હતા.જ્યાંથી આખો હવાલા પૈસાનો વેહવાર કરવામાં આવતો હતો. પૈસા દિલ્હી થી મોકલવામાં આવતા હતો અત્યાર સુધીમાં આંગડિયા પેઢીના મારફતે છેલ્લા ચાર થી પાંચ મહિનામાં આશરે એક થી સવા કરોડ કરોડથી વધુની રકમનું ટ્રાન્જેક્શન કરી ચૂક્યા છે.હાલ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ આકાશ મિશ્રા અને અજય તિવારીની પૂછપરછ કરી રહીછે.

 

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">