Breaking News: નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ સાંસદે જનતાને આપી ચીમકી, ‘કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું’
આણંદના સાંસદ મિતેશ પટેલે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. તેમણે ચીમકી આપી છે કે જો આંકલાવમાં કોંગ્રેસની બેઠક આવશે તો તેઓ ગ્રાન્ટ રોકી દેશે. આ નિવેદન સામે કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માગ કરી છે.
આણંદના સાંસદ મિતેશ પટેલે આંકલાવમાં એક ચૂંટણી સભા દરમિયાન લોકશાહીના મૂલ્યો પર સવાલ ઉઠાવે તેવું નિવેદન આપ્યું છે. તેમણે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેર મંચ પરથી કહ્યું કે, “જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે, તો હું વિકાસ માટે એક રૂપિયો પણ ગ્રાન્ટ આપીશ નહીં.” સાંસદના આ અહંકારી વલણથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના આકરા પ્રહાર
આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપના સાંસદની આ ભાષા બંધારણ વિરોધી છે. તેમણે યાદ અપાવ્યું કે સાંસદ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ નથી આપતા, પરંતુ જનતાના ટેક્સના પૈસાથી જ વિકાસ કાર્યો થાય છે. નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આવું બેજવાબદારીભર્યું નિવેદન આપવું તે લોકશાહીનું અપમાન છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ તટસ્થ તપાસ કરી મિતેશ પટેલ સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. આ ઘટનાને પગલે હવે આણંદના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
સોનાની દુનિયાના બે ‘બાદશાહ’: ગ્લોબલ ગોલ્ડ ડિમાન્ડમાં આ બે દેશની જોડે છે 48% હિસ્સો
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
