AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver: રોકાણકારો પછી કે મધ્યમ વર્ગ? વર્ષ 2026 માં કોને તૈયાર રહેવું જોઈએ? ટેકનિકલ ચાર્ટમાં જોવા મળી રહ્યા છે ‘મજબૂત સંકેત’

કિંમતી ધાતુઓના બજારમાં લાંબાગાળાના રોકાણો પર ચર્ચા વધુ તેજ બની છે. ટેકનિકલ સંકેત, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સલામત રોકાણની વધતી માંગને કારણે રોકાણકારોમાં હવે રસ જાગ્યો છે.

| Updated on: Dec 27, 2025 | 3:32 PM
Share
વર્ષની શરૂઆતમાં સોનામાં જે 'રેલી' શરૂ થઈ હતી, ત્યારથી સોનાએ અલગ જ રફતાર પકડી છે. વૈશ્વિક અનિશ્ચિતતા, વ્યાજ દરોમાં ફેરફારની આશા અને નબળા ડોલર વચ્ચે સોના-ચાંદી બંને ધાતુને સલામત રોકાણ તરીકે જોવામાં આવી રહ્યા છે. આ વાતાવરણમાં બજારમાં વર્ષ 2026 માટેના ઊંચા લક્ષ્યાંકની ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં સોનાનો ભાવ $5,000 અને ચાંદીનો ભાવ $100 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની ધારણા છે.

1 / 10
ભારતીય બજારમાં આ ડેટાને ધ્યાનમાં લેતા અહેવાલો સૂચવે છે કે, વર્ષ 2026 માં સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,50,000 સુધી પહોંચી શકે છે અને ચાંદીના ભાવ ₹3,00,000 સુધી પહોંચી શકે છે.

2 / 10
વર્ષ 2025 માં સોનાના ભાવમાં થયેલા તીવ્ર વધારા પાછળ ઘણા મુખ્ય કારણો છે. વિશ્વના વિવિધ ભાગોમાં જિયો-પોલિટિકલ તણાવમાં વધારો થયો છે. વેનેઝુએલા સાથે જોડાયેલા તેલ ટેન્કરો પર યુએસની આગેવાની હેઠળની કાર્યવાહી, નાઇજીરીયામાં નવું લશ્કરી ઓપરેશન અને વૈશ્વિક અસ્થિરતાના ભયે રોકાણકારોને સુરક્ષિત વિકલ્પો તરફ ધકેલી દીધા છે.

3 / 10
આ સિવાય યુએસ નાણાકીય નીતિ અંગેના સેન્ટિમેન્ટમાં પણ ફેરફાર થયો છે. વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ અને નબળા ડોલરે સોના-ચાંદી બંનેને ટેકો આપ્યો છે. આ જ કારણ છે કે, સ્પોટ સિલ્વર પ્રતિ ઔંસ $70 થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને ચાંદી વર્ષ-દર-વર્ષે લગભગ 150% વધી છે.

4 / 10
ટેકનિકલ ચાર્ટ પર સોનું મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. FXEMPIRE મુજબ, સોનાની કિંમત હવે એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ તોડીને ઉપર નીકળી ગઈ છે અને નવું બુલિશ સ્ટ્રક્ચર બની રહ્યું હોય, તેવું દેખાઈ રહ્યું છે. સોનાએ તાજેતરમાં $4,380 નું ઓલ ટાઈમ હાઇ વટાવી દીધું છે, જે સૂચવે છે કે આગામી ટાર્ગેટ  $5,000 હોઈ શકે છે.

5 / 10
જો કે, ટૂંકાગાળામાં RSI ઓવરબોટ ઝોનમાં છે. આનો અર્થ એ થયો કે, થોડું પ્રોફિટ-બુકિંગ અથવા તો હળવું કરેક્શન શક્ય છે. બજાર નિષ્ણાતો માને છે કે, જો આવું થાય છે, તો આ ઘટાડો ખરીદીની તક બની શકે છે.

6 / 10
રિપોર્ટ અનુસાર, 4 કલાકના ચાર્ટ પર સોનું $4,380 ની આસપાસ રચાયેલ પેટર્નથી ઉપર તૂટી ગયું છે અને હવે $4,500 ની નજીક મજબૂત થઈ રહ્યું છે. ક્રિસમસની આસપાસ કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આથી, જો સોનું $4,380 પર આવશે, તો તે રોકાણકારો માટે મજબૂત ટેકો ગણી શકાશે.

7 / 10
બીજીબાજુ ચાંદીની સ્ટોરી વધુ રસપ્રદ બની રહી છે. દૈનિક ચાર્ટ પર અનેક મજબૂત બુલિશ પેટર્ન બનેલી છે. એવામાં સ્પષ્ટ થાય છે કે, લાંબાગાળાનો ટ્રેન્ડ ઉપરની દિશામાં જઈ શકે છે. $54.50 થી ઉપર તૂટી પડ્યા પછી ચાંદીએ વેગ પકડ્યો છે અને તેનો ભાવ સીધો $70 પર પહોંચી ગયો. આ ઉછાળાથી ચાંદી ઓવરબોટ ઝોનમાં પહોંચી ગઈ છે પરંતુ બજારની ગતિ હજુ પણ મજબૂત દેખાઈ રહી છે. સ્ટ્રક્ચર પણ આ જ સંકેત આપે છે કે, આવનારા સમયમાં ચાંદી વધુ ઉપર જઈ શકે છે.

8 / 10
શોર્ટ ટર્મમાં ચાંદી માટે 85 થી 90 ડોલરનું સ્તર મહત્વપૂર્ણ લક્ષ્ય માનવામાં આવી રહ્યું છે. જો તેજી આવી જ રહી છે, તો સમય સાથે આ લક્ષ્ય વધુ ઉપર પણ જઈ શકે છે. જાન્યુઆરી 2026 સુધી ચાંદીનો ટ્રેન્ડ તેજીમાં રહેશે, તેવી ધારણા છે.

9 / 10
સોના અને ચાંદીના ભાવમાં વધારા પાછળ અમેરિકન ડોલરની નબળાઈ પણ એક મુખ્ય કારણ છે. ડોલર ઇન્ડેક્સ 100.50 ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે અને 97.50  ની આસપાસનો સપોર્ટ શોધી રહ્યો છે. જો આ સપોર્ટ તૂટે છે, તો ઈન્ડેક્સ 96.50 અથવા તેનાથી નીચે પણ જઈ શકે છે. નબળો ડોલર સામાન્ય રીતે કિંમતી ધાતુઓ માટે સકારાત્મક માનવામાં આવે છે.

10 / 10

Gold Silver: સોના અને ચાંદી અંગે મોટા સમાચાર! નવા પરિપત્રમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આની સીધી અસર કોના ખિસ્સા પર પડશે?

નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video

હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!

સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ

તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે

ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક

મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ

નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો

ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી

તોતિંગ ટ્રકે ટક્કર મારી છતાં મોપેડ ચાલક પળમાં ઉભો થઈ ગયો!

Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર

g clip-path="url(#clip0_868_265)">