Gold Silver: સોના અને ચાંદી અંગે મોટા સમાચાર! નવા પરિપત્રમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આની સીધી અસર કોના ખિસ્સા પર પડશે?
સોનાં અને ચાંદી અંગે મોટો નિર્ણય થઈ ગયો છે. નવા સર્ક્યુલરમાં ગોલ્ડમાં ટ્રેડ કરનારાઓ માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. હવે સોના અને ચાંદીમાં કામ કરનારા ટ્રેડર્સને નવા નિયમો અને બદલાવ સાથે આગળ વધવું પડશે.

નવા સર્ક્યુલરમાં ગોલ્ડમાં ટ્રેડ કરનારાઓ માટે મોટું અપડેટ સામે આવ્યું છે. આ સર્ક્યુલર MCX એટલે કે મલ્ટી કમોડિટી એક્સચેન્જ દ્વારા જારી કરવામાં આવ્યું છે. આમાં સોનાના વિવિધ કોન્ટ્રાક્ટ્સ પર વધારાનો માર્જિન જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ટેન્ડર પિરિયડ દરમિયાન લાગુ રહેશે.

આની સીધી અસર ટ્રેડર્સની કેપિટલ જરૂરિયાત અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ સ્ટ્રેટેજી પર પડશે. ખાસ કરીને વર્ષના અંતમાં, જ્યારે વોલેટિલિટી સામાન્યથી વધારે રહે છે. MCX ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (MCXCCL), MCX ની ક્લિયરિંગ બોડી એ નિર્ણય લીધો છે કે, ટેન્ડર સમયગાળા દરમિયાન ચોક્કસ ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પર વધારાનું 1% માર્જિન ચાલુ રહેશે. આનો અર્થ એ થયો કે, એક્સપાયરી નજીક પહોંચતા માર્જિન અગાઉની તુલનામાં વધારે આપવું પડશે.

ધ્યાન રાખવા જેવું એ છે કે, માર્જિનમાં વધારો તમારી મૂડી પર સીધી અસર કરે છે. તમને તે જ પોઝિશન માટે વધારે રકમ બ્લોક કરવી પડશે. જો તમે મર્યાદિત કેપિટલ સાથે ટ્રેડ કરો છો, તો તમારી ટ્રેડિંગ ક્ષમતા ઘટી શકે છે.

કયા સોનાના કરાર વધારાના માર્જિનને આધીન રહેશે? ચાર ગોલ્ડ ફ્યુચર્સ કરાર આ શ્રેણીમાં આવે છે. આમાં GOLDGINEA, GOLDPETAL અને GOLDTEN નો સમાવેશ થાય છે, જે 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થાય છે, જ્યારે GOLDM કરાર 5 જાન્યુઆરી, 2026 ના રોજ સમાપ્ત થાય છે. આ બધા કરારો માટે રોકાણકારોએ ટેન્ડર સમયગાળા દરમિયાન વધારાનું 1% માર્જિન ચૂકવવાનું રહેશે.

ધારો કે, કોઈ ગોલ્ડ ફ્યુચર પોઝિશન પર પહેલા 10 લાખ રૂપિયાનું માર્જિન લાગતું હતું. હવે તે જ પોઝિશન પર તમને લગભગ 10.1 લાખ રૂપિયા રાખવા પડશે. આમ તો રકમ નાની લાગી રહી છે પરંતુ મોટી પોઝિશન અથવા મલ્ટિપલ લોટ્સમાં આ ભાર નોંધપાત્ર રીતે વધી જાય છે.

હવે ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં તમારા લીવરેજમાં ઘટાડો થશે. સરળ રીતે સમજીએ તો, ટૂંકાગાળાના અથવા ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ વધુ ખર્ચાળ બનશે. એવામાં ઓછી મૂડી ધરાવતા ટ્રેડર્સને તેમની પોઝિશન બંધ કરવી પડી શકે છે. પરિણામે ફક્ત મજબૂત અને વિચારશીલ રોકાણકારો જ બજારમાં ટકી શકશે. ટેન્ડર પિરિયડ તે સમય છે, જ્યારે ફ્યુચર કોન્ટ્રાક્ટ ફિઝિકલ ડિલિવરી તરફ આગળ વધે છે. આ દરમિયાન સ્પેક્યુલેશનનું જોખમ વધારે હોય છે. આથી એક્સચેન્જ ઇચ્છે છે કે, ફક્ત તે જ રોકાણકારો પોઝિશન રાખે, જેઓ પાસે ડિલિવરી લેવા અથવા મોટા ઊતાર-ચઢાવ સહન કરવાની ક્ષમતા હોય.

જો તમે સોનાને લૉન્ગ ટર્મ રોકાણ તરીકે જોતા હોવ અને વારંવાર ટ્રેડ ન કરો, તો તેની અસર મર્યાદિત રહેશે. આની વધુ અસર શોર્ટ ટર્મ ટ્રેડર્સ અને એક્સપાયરી નજીક સક્રિય રહેનારાઓ પર પડશે. વર્ષના છેલ્લાં દિવસોમાં સોનાં અને ચાંદીમાં વોલેટિલિટી વધી જાય છે. લગ્નની માંગ, ડોલર-રૂપિયા મૂવમેન્ટ અને વૈશ્વિક સંકેતો કિંમતોને ઝડપથી હચમચાવી શકે છે. આવી પરિસ્થિતિમાં એક્સચેન્જ જોખમ નિયંત્રણને પ્રાથમિકતા આપે છે.

રોકાણકારોને સલાહ છે કે, પોઝિશન સાઇઝ ઘટાડીને ટ્રેડ કરો, એક્સપાયરી નજીક જરૂરિયાત કરતાં વધારે જોખમ ન લો. માર્જિન કોલથી બચવા માટે ફંડ બફર રાખો. જો કેપિટલ ઓછું હોય તો નાના કોન્ટ્રેક્ટ્સ અથવા વૈકલ્પિક સ્ટ્રેટેજી પર વિચાર કરો. સીધો સંદેશ એ છે કે, હવે ગોલ્ડ ફ્યુચર્સમાં ડિસિપ્લિન અને કેપિટલ સ્ટ્રેન્થ ખૂબ જરૂરી બની ગઈ છે. એક્સચેન્જ સ્પષ્ટ કરી રહ્યું છે કે, તૈયારીઓ વગર અને વધારે લિવરેજ સાથે ટ્રેડિંગ કરવાનો સમય હવે પૂરો થઈ રહ્યો છે. માત્ર સાવચેત અને સમજદાર રોકાણકાર જ આગળ ટકી શકશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
