Gold Price Today: સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો અહીં
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે. આ પાછળના મુખ્ય કારણોમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારો થવાની અપેક્ષાઓ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો પરના નિર્ણય, નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ પર નજર છે.

ભારતમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. 18 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થયેલો ઘટાડો હજુ પણ ચાલુ છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું ઘટીને ₹1,23,420 પ્રતિ 10 ગ્રામ થયું છે. દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે. આ પાછળના મુખ્ય કારણોમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારો થવાની અપેક્ષાઓ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો પરના નિર્ણય, નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ પર નજર છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

દિલ્હીમાં 28 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,420 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,13,140 રૂપિયા પર છે. ત્યારે આજે એક જ દિવસમાં સોનાના ભાવમાં 2340 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,990 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,270 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,13,040 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,320 પર પહોંચી ગયો છે.



તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
