AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વારંવાર થતી ખંજવાળને હળવાશથી ન લો ! શરીરમાં આ ‘વિટામિન’ની ઊણપનો હોઈ શકે છે ‘સંકેત’

ઘણીવાર આપણને શરીરમાં ખંજવાળ આવતી હોય છે, જેને આપણે સામાન્ય ગણીને અવગણીએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, આ ખંજવાળ માત્ર ત્વચાની સમસ્યા નથી પણ શરીરમાં વિટામિનની ઊણપનો સંકેત છે?

| Updated on: May 15, 2026 | 7:20 PM
Share
ક્યારેક શરીરના કોઈ અંગ પર હળવી ખંજવાળ આવવી સામાન્ય બાબત છે. ઘણીવાર ત્વચા પર ભેજ, પરસેવો અથવા અતિશય શુષ્કતાને કારણે ખંજવાળની સમસ્યા થતી હોય છે. એવામાં જો તમને ખૂબ જ વધારે ખંજવાળ આવતી હોય, જેના કારણે રાત્રે સૂવું, એક જગ્યાએ બેસવું કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય, તો આ સમસ્યા ગંભીર છે અને તમારે તેનું કારણ શોધવું જોઈએ. ખંજવાળ એ માત્ર ત્વચા પર થતી બહારની સમસ્યા નથી પરંતુ તે શરીરમાં અંદરથી પેદા થતી બીમારી પણ હોઈ શકે છે. સામાન્ય રીતે લોકો ખંજવાળને લીવર સાથે જોડીને જોતા હોય છે પરંતુ ઘણીવાર શરીરમાં ખાસ વિટામિન્સ અને પોષક તત્વોની ઊણપને કારણે પણ ખંજવાળની સમસ્યા થવા લાગે છે.

1 / 5
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શરીરમાં ખંજવાળ આવવા પાછળ ઘણા કારણો પણ હોઈ શકે છે પરંતુ આનું એક મોટું કારણ શરીરમાં વિટામિન્સની ઊણપ પણ છે. ટૂંકમાં, જે લોકોના શરીરમાં વિટામિન A ની ઊણપ વધારે હોય છે, તેમને ખંજવાળની સમસ્યા વધી શકે છે. વિટામિન A ઓછું હોવાથી ત્વચા સૂકી અને ડ્રાય થઈ જાય છે, જેનાથી ખંજવાળ આવે છે. તે જ રીતે જો સાથે વિટામિન B12 પણ લો થઈ રહ્યું હોય, તો ખંજવાળની સાથે સ્કિન પર રૅશેસ થવાનું જોખમ પણ વધી જાય છે. શરીરમાં વિટામિન B12 ની ઊણપથી હાથ-પગમાં ખંજવાળ વધે છે. વિટામિન B3 (જેને 'નિયાસિન' કહેવાય છે) ઓછું હોવાથી પણ ખંજવાળ વધે છે અને તેની ઊણપથી રૅશેસ કે ઘા પણ થઈ શકે છે. સીધી રીતે નહીં પરંતુ અન્ય કારણો સાથે મળીને શરીરમાં વિટામિન E અને વિટામિન C ની ઊણપ પણ ખંજવાળનું કારણ બની શકે છે.

2 / 5
જો તમને ખૂબ જ વધારે ખંજવાળ રહેતી હોય તો એકવાર ડોક્ટરને જરૂર બતાવો. આવું લીવર ફંક્શન બગડવાને કારણે પણ થઈ શકે છે. લીવરમાં રહેલા બાઈલ્સ (પિત્ત) ના પ્રમાણમાં ફેરફાર થવાથી પણ ખંજવાળની સમસ્યા વધે છે. ઘણીવાર કોઈ ખાસ વસ્તુનું ઇન્ફેક્શન થવાથી કે એલર્જી થવાથી પણ ખંજવાળની સમસ્યા પેદા થાય છે.

3 / 5
ખંજવાળમાં આરામ માટે ઘરમાં કેલેમાઈન લોશન રાખો. વધારે ખંજવાળ આવે ત્યારે તેને ત્વચા પર લગાવી શકાય છે. આનાથી ત્વચાને ઠંડક મળે છે અને ખંજવાળ શાંત થાય છે. આ સિવાય ખંજવાળ આવવા પર તમે આઈસ પેકથી શેક પણ કરી શકો છો. ઘણીવાર વધારે ખંજવાળ્યા પછી ત્વચા લાલ થઈ જાય છે અને સોજો આવવા લાગે છે. આવી સ્થિતિમાં આઈસ પેક રાહત આપી શકે છે. જો આઈસ પેક ન હોય તો બરફને કપડામાં લપેટીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવો.

4 / 5
ખંજવાળથી રાહત મેળવવા માટે તમે નાળિયેર તેલ, લેવેન્ડર, પેપરમિન્ટ અથવા નીલગિરી (Eucalyptus) નું તેલ લગાવી શકો છો. આ તેલ ગુણોથી ભરપૂર હોય છે, જેનાથી ખંજવાળ શાંત થાય છે અને ત્વચાને ઠંડક મળે છે. બીજું કે, જે લોકોને ત્વચામાં બળતરા કે ખંજવાળ રહેતી હોય તેમના માટે આ તેલ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5 / 5
નોંધ: અહીં પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના મત અને રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">