AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 59 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: લખનૌએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
LSG vs CSK
| Updated on: May 15, 2026 | 8:30 PM
Share

IPL 2026માં આજે સિઝનના 59 મા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં LSGએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બેટિંગ કરશે. LSG અને CSK બંને આ સિઝનની બારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રિષભ પંતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રિષભ પંતે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વિકેટ થોડી ભીની દેખાઈ રહી છે, તેથી અમે પહેલા બેટિંગ કરવા માંગતા નથી. એક ટીમ તરીકે અમારે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. અમે એક એવી ટીમ છીએ જે વિશ્વાસ પર ચાલે છે, અમે આગામી સિઝન માટે થોડી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને અમારું 200% આપી રહ્યા છીએ. અમે આજે ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મયંક યાદવ અને આકાશ મહારાજ સિંહ આજની મેચમાં રમશે.

ઋતુરાજ ગાયકવાડે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે આ એક એવું સ્થળ છે જ્યાં તમારે સારી બેટિંગ અને બોલિંગ કરવી પડે છે. પિચ ભીની લાગી રહી છે, પરંતુ જો આપણે સારી શરૂઆત કરીએ અને 170-180 સુધી પહોંચીએ તો તે એક પડકારજનક સ્કોર હશે. અમે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. સ્પેન્સર જોહ્ન્સન CSK માટે ડેબ્યૂ કરી રહ્યો છે અને અકીલની જગ્યાએ ગુર્જપનીત રમશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવોલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, નૂર અહમદ, સ્પેન્સર જોન્સન, મુકેશ ચૌધરી.

ઈમ્પેક્ટ સબ્સ: ગુર્જપનીત સિંહ, અકેલ હોસેન, સરફરાઝ ખાન, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

મિશેલ માર્શ, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), મુકુલ ચૌધરી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ શમી, મયંક યાદવ, આકાશ મહારાજ સિંહ, પ્રિન્સ યાદવ.

ઈમ્પેક્ટ સબ્સ: જોશ ઈંગ્લિસ, મણિમરણ સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ રાઠી, હિંમત સિંહ, આયુષ બદોની.

Breaking News : કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર ખેલાડી IPL 2026 અધવચ્ચે છોડી પોતાના દેશ પરત ફર્યો

Follow Us
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
g clip-path="url(#clip0_868_265)">