AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત, આંખના ઉપરના ભાગે ઈજા થતાં લેવા પડ્યા ટાંકા! જુઓ Video

Breaking News : મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત, આંખના ઉપરના ભાગે ઈજા થતાં લેવા પડ્યા ટાંકા! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2026 | 1:47 PM
Share

ભાવનગરમાં મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ મહિલા દર્દી પર અચાનક પંખો પડ્યો. પંખો સીધો દર્દી પર પડતા તેણીને ઈજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને હોસ્પિટલ પ્રશાસન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્યની સિવિલ સરકારી હોસ્પિટલો ફરી એકવાર બેદરકારી અને અવ્યવસ્થાને કારણે વિવાદમાં આવી છે. ભાવનગરમાં મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો દર્દીની સારવાર માટે આવેલી મહિલાના માથા પર પડ્યો. આના પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાનો હોસ્પિટમાં આંટાફેરા મારતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદ ઉંદરોના ત્રાસનો એક ચોંકાવનારો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે પ્રશાસન સામે ઘણા સવાલો પણ ઊભા થયેલા છે.

પંખો પડતા દર્દીને થઈ ઈજા

ભાવનગરમાં મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડ્યો. દર્દીની સારવાર માટે આવેલી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. પંખો પડતા મહિલાના આંખના ઉપરના ભાગે ઈજા થતાં ટાંકા લેવા પડ્યા છે. દોઢ વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું રિનોવેશન કરાયું હતું. હોસ્પિટલમાં રિનોવેશનની નબળી કામગીરીને લઈ દર્દીના જીવ જોખમમાં મુકાયા છે. હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે દર્દીના સગામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આયાત કરેલા મોંઘા સાધનો, ફિટિંગની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો, Breaking News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા મક્કમ, જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">