PM નરેન્દ્ર મોદીની અપીલને પગલે, ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, જુઓ Video
કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગેની જાણકારી આપતા, સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે હવે શક્ય તેટલી બેઠકો વીડિયો કોલના માધ્યમથી યોજવામાં આવશે અને વિદેશ પ્રવાસોને ટાળવામાં આવશે. ઉપરાંત, અન્ય રાજ્યો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી બેઠકોમાં પણ ઓનલાઈન માધ્યમને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે.
PM નરેન્દ્ર મોદીની અપીલ બાદ, ગુજરાત સરકારે, સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને કાર્યક્ષમતા વધારવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો આજે 15મી મેના રોજ મળેલ કેનિબેટની બેઠકમાં લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા તમામ વિભાગોને જરૂરિયાત મુજબ જ આયોજન કરવાની અને બિનજરૂરી ખર્ચ ટાળવાની કડક સૂચના આપવામાં આવી છે.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગેની જાણકારી આપતા, સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે હવે શક્ય તેટલી બેઠકો વીડિયો કોલના માધ્યમથી યોજવામાં આવશે અને વિદેશ પ્રવાસોને ટાળવામાં આવશે. ઉપરાંત, અન્ય રાજ્યો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી બેઠકોમાં પણ ઓનલાઈન માધ્યમને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે.
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ માત્ર જરૂરી હોય ત્યારે જ સરકારી કામકાજ માટે મુસાફરી કરવાની રહેશે. સરકાર દ્વારા સરકારી વાહનોના ઉપયોગની સમીક્ષા પણ કરવામાં આવશે. વહીવટી વિભાગને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોની વિગતવાર સમીક્ષા કરવાની જવાબદારી સોંપાઈ છે.
સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વધારાની સરકારી કારો જમા કરાવવાનો પણ નિર્ણય લીધો છે. એક સરકારી વાહન સિવાયના તમામ વાહનોને વેહિકલ પુલમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે, જેથી વાહનોનો યોગ્ય અને સંયમિત ઉપયોગ થઈ શકે.
આ ઉપરાંત, જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11 વાગ્યા સુધી વધારવામાં આવ્યો છે. સરકારી કેન્ટીનમાં PNG ગેસ લાઈન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ઈંધણ ખર્ચમાં ઘટાડો થશે.
સરકારે જનતાને પણ બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે અને જરૂરી વસ્તુઓનો સંયમિત ઉપયોગ કરવા જણાવ્યું છે. સરકારના આ પગલાંથી ખર્ચમાં ઘટાડા સાથે કાર્યક્ષમતા વધશે અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ શક્ય બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારના એક નિર્ણયથી ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
