સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાની ખરીદી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. સોનાનો ભાવ 63,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,100 રૂપિયા અને ચેન્નાઇમાં સોનાનો ભાવ 63,600 રૂપિયા રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવ 57,750 રહ્યા હતા.

આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. સોનાનો ભાવ 63,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,100 રૂપિયા અને ચેન્નાઇમાં સોનાનો ભાવ 63,600 રૂપિયા રહ્યો છે.

જો ચાંદીના ભાવની વાત કરીએ તો તેનો એક કિગ્રાનો ભાવ 75,300 રૂપિયા છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 57,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ માટે પ્રતિ 10 ગ્રામ ગ્રાહકોને 63,100 રૂપિયા ચૂકવવા પડશે.

મુંબઈમાં 22 કેરેટ સોનાના ભાવ 57,700 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 62,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 58,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના ભાવ 63,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જો અમદાવાદની વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવ 57,750 રહ્યા હતા. જો આપણે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામના ભાવ 63,000 રૂપિયા છે.

સોનાના ભાવ બજારમાં સોનાની માગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. સોનાની માગમાં વધારો થતા ભાવમાં પણ વધારો થશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવમાં ઘટાડો થશે. સોનાના ભાવ પર વૈશ્વિક આર્થિક સ્થિતિની પણ અસર જોવા મળે થાય છે.
