AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા, તંત્ર એલર્ટ પર, જુઓ Video

Breaking News : અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા, તંત્ર એલર્ટ પર, જુઓ Video

| Updated on: Jul 16, 2026 | 7:14 PM
Share

અષાઢી બીજે નવસારીના ઉભરાત દરિયા કિનારે દરિયો તોફાની બન્યો હતો, જ્યાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

નવસારીમાં અષાઢી બીજના પવિત્ર દિવસે દરિયો તોફાની બન્યો હતો, જેના કારણે ઉભરાટના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દરિયાના આ વિકરાળ સ્વરૂપને પગલે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા.

ચોમાસાની ઋતુમાં દરિયામાં થતી હલચલ સામાન્ય હોય છે, પરંતુ અષાઢી બીજે દરિયાનું રૌદ્ર સ્વરૂપ આશ્ચર્યજનક હતું. ઉભરાટ દરિયા કિનારે ઉછળતા મોજા જોઇને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. જોકે, સદનસીબે દરિયા કિનારે નિર્માણ પામેલી પ્રોટેક્શન વોલ (સંરક્ષણ દીવાલ) અત્યંત મદદરૂપ સાબિત થઈ હતી. આ પ્રોટેક્શન વોલને કારણે દરિયાના ઉછળતા પાણી ગામમાં પ્રવેશી શક્યા નહોતા.

દરિયાનું પાણી ગામમાં ન ઘૂસતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તંત્રની સજ્જતા અને પ્રોટેક્શન વોલની મજબૂતાઈને કારણે સંભવિત મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે આવા સમયે દરિયા કિનારે જવાથી બચવું અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે. નવસારી જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવા સમયે વિશેષ તકેદારી રાખવામાં આવે છે.

પવિત્ર દિવસે મેઘરાજાની ‘ધમાકેદાર એન્ટ્રી’, બફારાથી મળી લોકોને ‘રાહત’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">