AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવોદય સ્કૂલના ડમી એડમિશન રેકેટ મામલે સફાળી જાગી સરકાર, DEO ને આપ્યા તપાસના આદેશ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આલ્ફા ક્લાસિસ દ્વારા ડમી એડમિશન મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2026 | 6:35 PM
Share

થોડા દિવસ પહેલા જસદણના આલ્ફા ક્લાસિસ દ્વારા ડમી એડમિશન મામલે મોટો ખૂલાસો થયો હતો. જેમા આલ્ફા ક્લાસિસની બેદરકારીને કારણે એક 10 વર્ષિય વિદ્યાર્થિનીનું મૃત્યુ નિપજ્યુ હતુ. જે બાદ ડમી એડમિશનના સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો અને રાજ્યની 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓના ડમી એડમિશનનો ખૂલાસો થયો છે. હાલ રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી નોંધ લઈ જે શાળાઓમાં ડમી એડમિશનનો ખૂલાસો થયો છે. ત્યાં વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ કરતા હતા કે કેમ તેની તપાસ કરવા માટેના જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપ્યા છે. તેમજ  પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે તેમજ તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે.

આપને જણાવી દઈએ કે જસદમાં આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો  હતો. જ્યા 10 વર્ષિય વિદ્યાર્થિનીના મોત બાદ તપાસમાં ડમી રેકેટનો ખૂલાસો થયો છે. તપાસને અંતે રાજ્યના 31 શહેરોની શાળાના 697 ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા. નવોદય-સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી નેટવર્ક ચાલતું હતું. બીજી શાળામાં હાજરી પુરીને અભ્યાસ માટે ટ્યુશનમાં વિદ્યાર્થીઓ જતા હતા. આ મામલો સામે આવતા સ્કૂલ અને હોસ્ટેલ એક મહિના માટે બંધ કરાયા છે. ડમી એજ્યુકેશન રેકેટ સામે શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

DEO રિપોર્ટ બાદ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારીના નામે ડમી એડમિશનનું નેટવર્ક ચાલતું હોવાનો ખુલાસો થયો છે. આલ્ફા ટ્યુશન ક્લાસના બે ટ્રસ્ટીઓ સામે BNS હેઠળ ગુનો નોંધાયો છે. સ્કૂલ અને હોસ્ટેલને એક મહિના માટે બંધ કરવામાં આવ્યા છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

Rath Yatra 2026:અમદાવાદમાં ભગવાન જગન્નાથને નિરખી ભાવિકો બન્યા ભક્તિમય, 18 ગજરાજો વધારી રહ્યા છે રથયાત્રાની શોભા

Follow Us
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
g clip-path="url(#clip0_868_265)">