AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rath Yatra : રથયાત્રામાં કેમ અપાય છે મગ-જાંબુ અને કાકડીનો પ્રસાદ ? જાણો પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ

આ વર્ષની રથયાત્રા માટે લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે 45 હજાર કિલો ફણગાવેલા મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી સહિત અન્ય ફળોના લગભગ 2 લાખ પ્રસાદ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવશે.

| Updated on: Jul 16, 2026 | 10:01 AM
Share
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આજે નિકળી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય નગરચર્યાએ નીકળ્યા છે. આ વર્ષે રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડા, 18 શણગારેલા હાથી અને 18થી વધુ ભજન મંડળીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન ભક્તોને આપવામાં આવતો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ માત્ર ધાર્મિક પરંપરા જ નથી, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ લાભદાયી માનવામાં આવે છે.

1 / 6
ભક્તો માટે તૈયાર કરાયો વિશાળ મહાપ્રસાદ : આ વર્ષની રથયાત્રા માટે લાખો ભક્તોને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે 45 હજાર કિલો ફણગાવેલા મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી સહિત અન્ય ફળોના લગભગ 2 લાખ પ્રસાદ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવશે.

2 / 6
જાંબુ કેમ અપાય છે? : રથયાત્રામાં આપવામાં આવતું જાંબુ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તેમાં આયર્ન, ફાઈબર, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ સારી માત્રામાં હોય છે. જાંબુ પાચન સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે. ઉનાળા અને ભેજવાળા વાતાવરણમાં તે શરીરને તાજગી પણ આપે છે.

3 / 6
મગનો પ્રસાદ શા માટે ખાસ? : ફણગાવેલા મગ પ્રોટીન, વિટામિન, ફાઈબર અને અનેક જરૂરી પોષક તત્ત્વોથી સમૃદ્ધ હોય છે. લાંબા સમય સુધી ચાલતી રથયાત્રા દરમિયાન ભક્તોને ઊર્જા મળી રહે અને પેટ ભરેલું રહે તે માટે મગનો પ્રસાદ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ઉપરાંત તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી પોષણ પણ પૂરું પાડે છે.

4 / 6
કાકડી શરીરને રાખે છે ઠંડક : રથયાત્રા દરમિયાન ગરમી અને ભેજને કારણે શરીરમાં પાણીની કમી થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં કાકડીનો પ્રસાદ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, પેટને ઠંડક આપે છે અને પોટેશિયમના કારણે બ્લડ પ્રેશર સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે.

5 / 6
પરંપરા અને આરોગ્યનો સુંદર સમન્વય : જગન્નાથજીની રથયાત્રામાં આપવામાં આવતો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ ભક્તોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વર્ષોથી ચાલતી આવતી એક વ્યવહારુ પરંપરા પણ છે. આખો દિવસ રથયાત્રામાં જોડાયેલા ભક્તોને ઊર્જા, તાજગી અને પૂરતું પોષણ મળે તે માટે આ પ્રસાદનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

6 / 6

Breaking News : રથયાત્રાને લઈને અમદાવાદ સુરક્ષાથી સજ્જ ! 30 હજાર જવાન તૈનાત, 100 ડ્રોનથી થઈ રહ્યું મોનિટરિંગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

g clip-path="url(#clip0_868_265)">