AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, વાવણી માટે આશા જાગી

Breaking News : રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ, વાવણી માટે આશા જાગી

| Updated on: Jul 16, 2026 | 7:09 PM
Share

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને પડધરી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કપાસ અને મગફળી જેવા પાકો માટે આ વરસાદ વાવણી લાયક ગણાવાઈ રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અને તેની સાથે જ ધોધમાર વરસાદે સમગ્ર વાતાવરણને આહલાદક બનાવી દીધું છે. ખાસ કરીને રાજકોટના વિવિધ વિસ્તારોમાં પડેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કૃષિ નિષ્ણાતો આ વરસાદને કપાસ અને મગફળી જેવા પાકો માટે અત્યંત ફાયદાકારક અને વાવણી લાયક ગણી રહ્યા છે.

રાજકોટના પડધરી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તો અનરાધાર વરસાદ વરસ્યો છે. સરપદડ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ત્યાંની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડીઘોડી જેવા પાંચથી સાત ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પરથી પાણીના પ્રવાહ એ રીતે વહેતા જોવા મળ્યા છે જાણે નદીઓ વહેતી હોય.

આ વર્ષે અષાઢી બીજના શુભ દિવસે જ વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ઉત્સાહનો સંચાર થયો છે. આ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને આગામી વાવણી કાર્યને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે.

પવિત્ર દિવસે મેઘરાજાની ‘ધમાકેદાર એન્ટ્રી’, બફારાથી મળી લોકોને ‘રાહત’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">