Veg Thukpa Soup Recipe : શિયાળીની કડકડતી ઠંડીમાં સિક્કિમ અને તિબેટનો ફેમસ થુક્પા સૂપ ઘરે બનાવો સરળ રીતે
થુક્પાએ તિબેટનો પરંપરાગત નૂડલ સૂપ છે અને તે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પણ લોકપ્રિય છે. કડકડતી ઠંડી દરમિયાન તેનું સેવન કરવાથી ગરમી મળે છે. શાકાહારી થુક્પામાં ઘણા પોષક તત્વો હોય છે. આજે, આપણે ઘરે વેજ થુક્પા બનાવવાની રેસીપી શેર કરીશું.

થુક્પામાં વિવિધ શાકભાજીથી બને છે. તે બનાવવું ખૂબ જ સરળ છે, અને એકવાર તમે તેને બનાવશો, પછી તમને વારંવાર બનાવવાની ઇચ્છા થશે. તેમાં લસણ, સોયા સોસ અને નૂડલ્સ સાથે વિવિધ શાકભાજીનો સમાવેશ થાય છે. ચાલો તેની સરળ રેસીપી વિશે જાણીએ.

થુક્પા બનાવવા માટે નૂડલ્સ, 1/4 ફણસી, 1/2 કપ કોબી, 1/2 કપ ડુંગળી, 1/2 કપ સ્પ્રિંગ ઓનિયન, 1/4 કપ ગાજર, 4 કપ વેજીટેબલ શોરબા અને 4 લસણની કળી લો.

થુક્પા બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી અને લસણ ઉમેરો. બંને રંધાઈ જાય ત્યાર બાદ તેમાં સમારેલા શાકભાજી, જેમ કે ફણસી, ગાજર, કોબી અને સ્પ્રિંગ ઓનિયન અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ તમામ સામગ્રી બરાબર મિક્સ કરો.

હવે તેમાં ગરમ મસાલા, સ્વીટ ચીલી સોસ, સોયા સોસ અને ચીલી સોસ જેવા મસાલા ઉમેરો અને ફરીથી મિક્સ કરો. હવે તેમાં વેજીટેબલ શોરબા ઉમેરો અને તેને 5 મિનિટ સુધી ઉકળવા દો.

હવે સમારેલા કોથમીરના પાન ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ફરીથી 5 મિનિટ સુધી ઉકાળો. છેલ્લે ઉકાળેલા કરેલા નૂડલ્સ ઉમેરી બરાબર મિક્સ કરો.

ત્યારબાદ થુક્પામાં જીરું પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને તેને 2 મિનિટ સુધી ઉકળવા દો. તમે હવે આ ગરમા ગરમ સૂપ પીરસી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
