Farali Laddu : ઉપવાસ છે અને લાડુ ખાવાનું મન થયું છે ? આજે ઘરે બનાવો સીંગદાણાના સ્વાદિષ્ટ લાડુ
ભારતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. પરંતુ કેટલીક વાર મીઠાઈ બનાવવામાં સમય લાગતો હોય છે. તેમજ કેટલીક વાર મીઠાઈ ઉપવાસમાં ખાઈ શકાય તેવી નથી હોતી તો આજે આપણે ફરાળી લાડુ ઘરે કેવી રીતે બનાવવાય તે જાણીશું.

ઉપવાસમાં ગળ્યુ ખાવાનું દરેક વ્યક્તિને મન થતુ હોય છે. ત્યારે ભારતમાં ઉપવાસમાં ખવાય તેવા વિવિધ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે. ત્યારે આજે સીંગદાણાના લાડુ કેવી રીતે બનાવાય તે જાણીશું.

સીંગદાણાના લાડુ બનાવવા માટે સીંગદાણા, ખાંડ અથવા ગોળ, ઘી સહિતની વસ્તુઓની જરુર પડશે.

સીંગદાણાના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક પેનને ગરમ કરવા મુકો. તેમાં સીંગદાણા લઈ તેને શેકી લો.

ત્યારબાદ સીંગદાણાના ફોતરા કાઢી લો. હવે આ સીંગદાણાને મિક્સર જારમાં લઈ પ્લસ પર ગ્રાઈન્ડ કરો.

હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો. ગોળ ઓગળે ત્યારે તેમાં સીંગદાણાનો પાઉડર ઉમેરી મિક્સ કરો.

હવે આ મિશ્રણને બહાર કાઢી તેના લાડુ બનાવી લો. આ લાડુને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.
[gallery link="file" columns="1" size="large" ids="1285394,1285395,1285396,1285397,1285398,1285400"]
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
