Business Idea: આ બિઝનેસમાં એક જ વાર ₹30,000નું રોકાણ કરો અને મહિને ₹1,20,000 કમાઓ!
આજના યુગમાં દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે પરંતુ વાત જ્યારે મૂડીની આવે છે, ત્યારે લોકોના મગજમાં એક જ વિચાર હોય છે કે બિઝનેસમાં શરૂઆતમાં લાખો રૂપિયા લાવવા ક્યાંથી? જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે મોમોસ અને સેન્ડવિચનો બિઝનેસ તમે નાની મૂડીથી શરૂ કરી શકો છો અને લાખો રૂપિયા કમાઈ શકો છો.

મોમોસ અને સેન્ડવિચ સ્ટોલ શરૂ કરવો એ આજના સમયમાં નાના રોકાણ સાથે વધુ નફો આપતો વ્યવસાય છે. આ બિઝનેસમાં તમારે ₹30,000 થી ₹45,000 સુધીનું રોકાણ કરવું પડશે.

આ બિઝનેસમાં તમારે સ્ટોલ કે થેલા, રસોડા માટે જરૂરી સાધનો જેમ કે સ્ટીલનું સ્ટીમર, ગ્રિલ, કટિંગ બોર્ડ, પ્લેટ, કપ અને ફ્રન્ટ સાઈનબોર્ડ,પ્લાસ્ટિક ગ્લોવ્સ જેવી સાધન સામગ્રી લાવવી પડશે.

આ સિવાય કાચા માલ માટે પણ ₹5,000 થી ₹7,000 સુધીનો ખર્ચ થઈ શકે છે. વધુમાં જોઈએ તો, વિજળી, પાણી, સ્ટાફ ભાડું અને જો દુકાન કે જગ્યા ભાડેથી લીધેલી હોય તેનો ખર્ચો પણ આવતો રહે છે.

મોમોસ અને સેન્ડવિચની કિંમત સામાન્ય રીતે ₹15 થી ₹30ની વચ્ચે રાખી શકાય છે. તમે જો રોજ 100 થી 150 મોમોસ અને સેન્ડવિચ વેચી રહ્યા છો, તો તમે ₹1,500 થી ₹4,000 દિવસ દરમિયાન કમાઈ શકો છો. ટૂંકમાં જોઈએ તો, તમે ₹45,000 થી ₹1,20,000 મહિને કમાઈ શકો છો.

ઓવરઓલ, જે ખર્ચ છે તેને બાદ કરતાં તમારી પાસે ₹15,000 થી ₹40,000 જેટલો ચોખ્ખો નફો રહે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ટ્રેડ લાયસન્સ, ફૂડ સેફ્ટી લાયસન્સ અને જરૂરી હોય તો GST રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.

વ્યવસાય શરૂ કરતા પહેલા માર્કેટમાં સારી જગ્યાની પસંદગી કરવી અને કાચા માલની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત તમે YouTube અને સ્થાનિક ફૂડ વર્કશોપથી મોમોસ અને સેન્ડવિચ બનાવવાનું શીખી શકો છો.

તમારા મોમોસ અથવા સેન્ડવિચ સ્ટોલનું માર્કેટિંગ કરવા માટે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ ઓફર્સ શેર કરો. તહેવારો દરમિયાન કૉમ્બો ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ આપવાનું શરૂ કરો, જેથી ગ્રાહકોમાં વધારો થાય.

ગ્રાહકોને આકર્ષવા માટે હંમેશા નવી નવી વેરાઈટી લાવો. બીજું કે, સ્ટોલની જગ્યા પર હંમેશા સફાઈ જાળવી રાખો અને ફૂડ હાઇજિનના નિયમોનું પાલન કરો. જો તમે યોગ્ય રીતે નિયમોનું પાલન કરશો તો મોમોસ અને સેન્ડવિચ સ્ટોલ તમારા માટે નફાકારક વ્યવસાય બની જશે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

































































