AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન! Google પર ભૂલથી પણ સર્ચ ન કરતા આ 6 વસ્તુઓ, સીધા જવું પડી શકે છે જેલ!

શું તમે પણ ગૂગલનો આડેધડ ઉપયોગ કરો છો? રોજેરોજ ગૂગલ પર કઈ પણ સર્ચ કરવાની આદત તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. કાયદાકીય સકંજો અને સાયબર ઠગોની ગેંગ તમારા એક ખોટા ક્લિકની રાહ જોઈને બેઠી છે. આજે જ જાણી લો એ 6 સિક્રેટ વસ્તુઓ, જે ભૂલથી પણ ઇન્ટરનેટ પર સર્ચ નથી કરવાની!

| Updated on: Jun 17, 2026 | 7:49 PM
Share
આજની ડિજિટલ દુનિયામાં ગૂગલ (Google) આપણી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો બની ગયું છે. સવારના એલાર્મથી લઈને ઓફિસના કામ સુધી આપણે ગૂગલ પર નિર્ભર છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ જ આદત તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે?

1 / 10
ગૂગલ પર કેટલીક એવી વસ્તુઓ છે જે કાયદાકીય રીતે ગુનો બને છે. જો તમે ભૂલથી પણ બોમ્બ બનાવવાની રીત, ગેરકાયદેસર હથિયારો કે ડ્રગ્સ વિશે સર્ચ કરો છો, તો દેશની સુરક્ષા એજન્સીઓ સેકન્ડોમાં તમારું લોકેશન ટ્રેક કરી શકે છે.

2 / 10
ઇન્ટરનેટ પર બાળકો સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની વાંધાજનક, અશ્લીલ કે અનૈતિક સામગ્રી (Child Pornography) સર્ચ કરવી એ દેશના કાયદા હેઠળ ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો છે. આ ભૂલ તમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

3 / 10
"પૈસા ડબલ કરો" અથવા "ગેરેન્ટેડ હાઈ રિટર્ન" આપતી સ્કીમો ગૂગલ પર શોધવી એટલે પોતાના પગ પર કુહાડી મારવા બરાબર છે. આવી મોટાભાગની લિંક્સ પોન્ઝી સ્કીમ અથવા ક્રિપ્ટો સ્કેમ હોય છે, જે તમારી મહેનતની કમાણી એક ઝાટકે સાફ કરી નાખે છે.

4 / 10
જ્યારે પણ બેંક, એરલાઇન્સ કે ડિજિટલ પેમેન્ટ એપમાં કોઈ સમસ્યા થાય, ત્યારે લોકો સીધા ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધે છે. સ્કેમર્સ ગૂગલ પર નકલી હેલ્પલાઇન નંબરો પ્રમોટ કરે છે, જેના પર કોલ કરતા જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. હંમેશા ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો.

5 / 10
નાની-મોટી બીમારીના લક્ષણો ગૂગલ પર સર્ચ કરીને જાતે જ દવાઓ લેવી (Self-Diagnosis) ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ગૂગલ પર અડધું-પડધું અને ભ્રામક જ્ઞાન હોય છે, જે તમને માનસિક તણાવ આપવા ઉપરાંત જીવના જોખમમાં પણ મૂકી શકે છે.

6 / 10
"ફ્રી પ્રીમિયમ સોફ્ટવેર" અથવા તેના "ક્રેક્ડ વર્ઝન" (Cracked Versions) ડાઉનલોડ કરવાની લાલચ ભારે પડી શકે છે. આ લિંક્સમાં ખતરનાક વાયરસ, માલવેર કે રેન્સમવેર છુપાયેલા હોય છે, જે તમારા ફોન કે કમ્પ્યુટરનો તમામ ખાનગી ડેટા હેક કરી લે છે.

7 / 10
ગૂગલ પર ક્યારેય તમારી અંગત વિગતો જેવી કે ફોન નંબર, ઈમેલ આઈડી કે આધાર કાર્ડ નંબર સર્ચ ન કરો. જો તમારી માહિતી કોઈ અજાણી કે શંકાસ્પદ સાઇટ પર પબ્લિક થઈ ગઈ હોય, તો સાયબર ક્રાઈમનો ભય વધી જાય છે.

8 / 10
ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવા માટે હંમેશા સત્તાવાર ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો. શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અને અજાણ્યા સોર્સ પર તમારી વિગતો ક્યારેય શેર ન કરો.

9 / 10
ગૂગલ એક સાધન છે, તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો. તમારી એક નાની ભૂલ તમને આર્થિક રીતે કંગાળ કરી શકે છે અથવા તો પોલીસના સકંજામાં લાવી શકે છે. સતર્ક રહો, સુરક્ષિત રહો!

10 / 10

ઘરમાં પિતૃઓનો ફોટો ક્યાં રાખવો? ગરુડ પુરાણના આ નિયમો બદલી નાખશે તમારું નસીબ, જાણી લો સાચી દિશા, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">