Breaking News : 54 હજારના ચશ્મા અને 3,95 લાખના બેગ સાથે મેચ જોવા પહોંચી અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટો
આઈપીએલ 2026માં અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર પોતાના ગ્લેમર્સ લુક અને લક્ઝરી એસેસરીઝના કારણે ચર્ચામાં છે. પંજાબ કિંગ્સની મેચમાં તેનું લક્ઝરી બેગ ચર્ચામાં આવ્યું છે. તેના બેગની કિંમત જાણી ચાહકો પણ ચોંકી ગયા છે. જુઓ ફોટો

આઈપીએલ 2026માં હવે માત્ર ચોગ્ગા-છગ્ગાની ચર્ચા થતી નથી પરંતુ ક્રિકેટર્સની ફેમિલી પણ ચર્ચામાં રહે છે. ધોનીની પત્ની હોય કે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોય ચર્ચામાં રહે છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં પણ કાંઈ આવું જ જોવા મળ્યું હતુ.

આ મેચમાં બોલર અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર પણ પહોંચી હતી. હાલમાં બંન્નેના ડેટિંગની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે. મેચ બાદ સોશિયલ મીડિયા પર સમરીન કૌર પોતાના ગ્લેમર્સ લુકના કારણે ચર્ચામાં રહી છે.

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા મચ જોવા પહોંચેલી સમરીન Bardot બ્રાન્ડનું એક સુંદર અપોલો મિની ડ્રેસ પહેર્યું હતુ. આ ડ્રેસ જોવામાં જેટલું સિમ્પલ લાગે છે તેટલું ક્લાસી છે.

તેના પરફેક્ટ ફિગર પર આ શોર્ટ ડ્રેસ ખુબ સુંદર લાગી રહ્યું છે. પરંતુ સૌથી વધારે ચર્ચા તેના મોંઘા બૈગની થઈ રહી છે. શોર્ટ ડ્રેસની સાથે સમરીને Diorનું મિની સૈડલ બેગ સાથે ફોટો ક્લિક કરતા જોવા મળી હતી. જેની કિંમત અંદાજે 3.95 લાખ રુપિયા બતાવવામાં આવી રહી છે.

લક્ઝરી બેગ જ નહી પરંતુ પોતાનો લુક કમ્પલીટ કરવા માટે Fendi ફર્સ્ટ ક્રિસ્ટલના ચશ્મા પહેર્યા હતા. જેની કિંમત અંદાજે 54 હજાર રુપિયા બતાવવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, સમરીન કૌર એક ગ્લેમર્સ મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યુલેન્સર છે.

જે પોતાના સ્ટાઈલિશ લુક અને ફેશન સેન્સ માટે જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ખુબ મોટી માત્રામાં ફોલોઅર્સ છે.
અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો
