ડેથ ઓવરના નવા કિંગની ધોની સાથે થાય છે તુલના, મુકુલ ચૌધરીનો જુઓ પરિવાર
લખનૌ સુપર જાયન્ટ્સના યુવા બેટ્સમેન મુકુલ ચૌધરીએ એક એવી ઇનિંગ રમી જેણે ત્રણ વખતના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ પાસેથી જીત છીનવી લીધી.ડેથ ઓવરના નવા કિંગ મુકુલ ચૌધરીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

મુકુલ ચૌધરીએ KKR સામે પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. તેના પિતાની આર્થિક સ્થિતિ નબળી રહી છે, પરંતુ IPLએ મુકુલને એક સફળ ખેલાડી બનવામાં મદદ કરી છે.

મુકુલ ચૌધરીએ 6 વર્ષ સુધી રાજસ્થાન વહીવટી સેવા (RAS)ની તૈયારી કરી, પણ તેમાં તે નિષ્ફળ ગયો. ત્યારબાદ તેણે રિયલ એસ્ટેટમાં પોતાનો હાથ અજમાવ્યો, પરંતુ તે પણ સફળ ન થયું. પરંતુ આ અડચણો છતાં તેનું સ્વપ્ન અકબંધ રહ્યું.આજે તે સપનું પૂર્ણ થયું છે.

મુકુલ ચૌધરીનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

મુકુલ ચૌધરી એક ભારતીય ક્રિકેટર છે જે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમે છે. તે સ્થાનિક ક્રિકેટમાં રાજસ્થાન અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમે છે.

મુકુલ ચૌધરીનો જન્મ 6 ઓગસ્ટ 2004ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે, જે વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમે છે. તે સ્થાનિક ક્રિકેટમાં રાજસ્થાન અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમે છે.

મુકુલ ચૌધરીએ 17 જાન્યુઆરી 2023ના રોજ 2022-23 રણજી ટ્રોફીમાં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને 24 ડિસેમ્બર 2025ના રોજ 2025-26 વિજય હજારે ટ્રોફીમાં લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.

સ્થાનિક ટુર્નામેન્ટમાં તેમના અસાધારણ પ્રદર્શન અને તેમના શ્રેષ્ઠ અને અનોખા ક્રિકેટ શોટ્સને કારણે મૃકુલ ચૌધરીને 2026ના ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા ઓક્શનમાં 2.6 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

9 એપ્રિલ 2026ના રોજ મુકુલ ચૌધરીએ 27 બોલમાં મેચ જીતનાર 54 રન ફટકાર્યા હતા કારણ કે, તેમણે લખનૌ સુપર જાયન્ટ્સને કોલકાતા નાઈટ રાઇડર્સ સામે છેલ્લા બોલ પર 182 રનનો પીછો કરવામાં એકલા હાથે મદદ કરી હતી.

રસપ્રદ વાત એ છે કે, મુકુલે પોતાની કારકિર્દીની શરૂઆત મધ્યમ ગતિના બોલર તરીકે કરી હતી, પરંતુ ટીમની જરૂરિયાતોને કારણે, તે વિકેટકીપિંગ તરફ વળ્યો અને ઝડપથી તે ભૂમિકામાં પોતાને સ્થાપિત કરી લીધો. ધોનીથી પ્રેરિત થઈને, તેણે પોતાની કુશળતાને નિખારી અને એક વિશ્વસનીય ફિનિશર સાબિત થયો.

ઘરેલું ક્રિકેટમાં તેના પ્રદર્શને પહેલા સંકેત આપ્યા હતા કે, તે મોટા મંચ માટે તૈયાર છે. 2025ના અંડર 23 સ્ટેટ એ ટૂર્નામેન્ટમાં 617 રન તેમજ સૈયદ મુશ્તાર અલી ટ્રોફી 2025-26માં 199ના સ્ટ્રાઈક રેટથી 173 રન બનાવી તેમણે પંસદગીકર્તાઓનું ધ્યાન ખેંચ્યું હતુ.

આ પ્રદર્શનના દમ પર લખનૌએ તેને આઈપીએલ 2026ના ઓક્શનમાં 2,6 કરોડ રુપિયામાં પોતાને સાથે જોડયો હતો.

લખનૌ સુપર જાયન્ટસની ટીમમાંથી રમતા મૃકુલ ચૌધરી રાતોરાત સ્ટાર બન્યો હતો.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો
