AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘા ગેસ સિલિન્ડરથી મળશે ‘કાયમી છુટકારો’! ‘સૂર્યકૂકર’ છોડો હવે આવી ગયો છે ‘સોલર ચૂલો’, મફતમાં બનશે ‘રસોઈ’

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગેસ સિલિન્ડર કે વીજળી વગર પણ રસોઈ બની શકે? વધતા જતા ભાવ અને મોંઘવારીના જમાનામાં એક એવી નવી સિસ્ટમ આવી છે કે, જે તમારા રસોડાનો ખર્ચ શૂન્ય કરી દેશે.

| Updated on: Apr 20, 2026 | 3:30 PM
Share
વધતી જતી LPGની કિંમતો અને ઘણી જગ્યાએ સપ્લાયની સમસ્યાઓએ સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. દર મહિને મોંઘો થતો સિલિન્ડર હવે ઘરના બજેટ પર ખૂબ જ ભારે પડી રહ્યો છે. આવા સમયે લોકો એવા વિકલ્પો શોધી રહ્યા છે કે, જે સસ્તા હોય, ભરોસાપાત્ર હોય અને લાંબાગાળા સુધી રાહત આપી શકે.

1 / 7
એવામાં Indian Oil એ એક એવી સિસ્ટમ લોન્ચ કરી છે કે, જે LPG સંકટ વચ્ચે મોટું સોલ્યુશન બનીને સામે આવ્યું છે. કંપનીએ ‘Surya Nutan’ નામની ઇન્ડોર સોલર કુકિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. આના પર LPG, PNG ગેસ કે વીજળી વગર પણ રસોઈ બનાવી શકાય છે. આ સિસ્ટમ સૂર્યપ્રકાશથી ચાલે છે. ખાસ વાત એ છે કે, એકવાર લગાવ્યા પછી તે લાંબા સમય સુધી તમારો ખર્ચ ઘટાડી શકે છે. જો તમે આ કુકિંગ સિસ્ટમ બુક કરાવવા માંગતા હોવ, તો તેની પ્રક્રિયા અને કિંમત નીચે મુજબ છે.

2 / 7
‘Surya Nutan’ એ એક ઇન્ડોર સોલર કુકિંગ સિસ્ટમ છે, જેને ઘરની અંદર વપરાશ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આમાં તમારે ચૂલો બહાર તડકામાં રાખવાની જરૂર પડતી નથી. આ સિસ્ટમ સંપૂર્ણપણે રસોડા સાથે જોડાયેલી રહે છે અને સોલર એનર્જીનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે. આને Indian Oil Corporation ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, આ એક મેડ-ઇન-ઈન્ડિયા ટેકનોલોજી છે.

3 / 7
આ સિસ્ટમમાં ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવે છે, જે સૂર્યપ્રકાશને એનર્જીમાં રૂપાંતરિત કરે છે. આ એનર્જી 'કેબલ' દ્વારા ડાયરેક્ટ રસોડામાં લાગેલા કુકટોપ સુધી પહોંચે છે. ખાસ વાત એ છે કે, આમાં “હાઇબ્રિડ સિસ્ટમ” આપવામાં આવી છે, એટલે કે તે સોલરની સાથે સાથે જરૂર પડે બીજી એનર્જીથી પણ ચાલી શકે છે. આનો અર્થ એ છે કે, જો તડકો ન હોય અથવા વરસાદ પડી રહ્યો હોય, તો પણ તમે મુશ્કેલી વગર રસોઈ બનાવી શકો છો.

4 / 7
આ સોલર કુકિંગ સિસ્ટમને ત્રણ અલગ-અલગ મોડલ્સમાં રજૂ કરવામાં આવેલ છે, જેથી લોકો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ પસંદગી કરી શકે. આની શરૂઆતની કિંમત આશરે 12,000 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે તેનું ટોપ અથવા પ્રીમિયમ મોડલ આશરે 23,000 રૂપિયા સુધીમાં મળી રહે છે. આમાં પ્રીમિયમ વેરિઅન્ટ એટલું પાવરફુલ છે કે, તે 4 લોકોના પરિવારની આખા દિવસની રસોઈ આરામથી બનાવી શકે છે.

5 / 7
જો તમે આ સોલર કુકિંગ સિસ્ટમ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તેનું પ્રી-બુકિંગ ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. આ માટે તમારે Indian Oil Corporation ની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું નામ, ઈમેલ અને પરિવારમાં કેટલા સભ્યો છે, તેવી જરૂરી માહિતી ભરવી પડશે. આ ઉપરાંત, તમારે તમારી જરૂરિયાત મુજબ સિંગલ અથવા ડબલ બર્નરનો વિકલ્પ પણ પસંદ કરવો પડશે. બધી વિગતો ભર્યા પછી ફોર્મ સબમિટ કરવાનું હોય છે, જેના દ્વારા તમારું પ્રી-બુકિંગ નોંધાઈ જાય છે.

6 / 7
લોકોને અવારનવાર લાગે છે કે, સોલર કુકિંગ ફક્ત તડકામાં જ કામ કરે છે પરંતુ ‘Surya Nutan’ સાથે એવું નથી. આ સિસ્ટમ એવી ટેકનોલોજી સાથે આવે છે કે, જે ઓછા તડકા અથવા વરસાદના સમયે પણ કામ કરી શકે છે. ટૂંકમાં તમારે હવામાનની ચિંતા કરવાની જરૂર નથી.

7 / 7

આ પણ વાંચો: હવે વરસાદના ટીપાંમાંથી વીજળી આવશે! 110 વોલ્ટ પેદા કરતું જાદુઈ સોલર પેનલ, જાણો કેવી રીતે?

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">