AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 17 જિંદગીઓ હોમાઈ

Breaking News: તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 17 જિંદગીઓ હોમાઈ

| Updated on: Apr 19, 2026 | 7:48 PM
Share

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં રવિવારની સવાર ચીસો અને ધુમાડાના ગોટા વચ્ચે ઉગી. એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા રહસ્યમય અને ભીષણ વિસ્ફોટે અત્યાર સુધી 17 લોકોનો ભોગ લીધો છે. ફેક્ટરી માલિકની પૂછપરછ અને સર્ચ ઓપરેશન વચ્ચે હજુ પણ મોતનો આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

તમિલનાડુનું વિરુધુનગર જિલ્લો ફરી એકવાર વિસ્ફોટોના ધણધણાટીથી ધ્રૂજી ઉઠ્યું છે. કટ્ટનપત્તી ગામ પાસે આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં રવિવારે થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર પંથકમાં મોતના માતમ જેવો માહોલ સર્જી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 17 નિર્દોષ શ્રમિકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

શું આ માત્ર અકસ્માત હતો કે બેદરકારી?

વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે ફેક્ટરીની સાથે આસપાસની ઇમારતોની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. અત્યારે પોલીસ અને રેસ્ક્યુ ટીમ કાટમાળ ખસેડવામાં વ્યસ્ત છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી તીવ્રતાનો ધડાકો કેવી રીતે થયો? પોલીસ અત્યારે ફેક્ટરી માલિક અને મેનેજરની સઘન પૂછપરછ કરી રહી છે, કારણ કે થોડા દિવસો પહેલા પણ આ જ વિસ્તારમાં આવો જ એક બ્લાસ્ટ થયો હતો.

સીએમ સ્ટાલિનની એક્શન અને આદેશ

આ ઘટનાની ગંભીરતાને જોતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક અસરથી બે મંત્રીઓને ઘટનાસ્થળે મોકલી આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, બચાવ કામગીરીમાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં આવશે નહીં.

અત્યારે આખું ગામ ભયના ઓથાર હેઠળ છે. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જેમ જેમ કાટમાળ ખસી રહ્યો છે તેમ તેમ દુર્ઘટનાની ભયાનકતા સામે આવી રહી છે. શું આ ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું? કે પછી નફાની લાલચમાં શ્રમિકોના જીવ સાથે રમત રમાઈ રહી હતી? તે હવે તપાસનો વિષય છે.

આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં થયો… જેણે જોતજોતામાં આજુબાજુના ચાર યુનિટને પોતાની ઝપેટમાં લઈ લીધા… દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો… ધડાકો એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું… ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો સતત કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે… તંત્રની ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે…

દિલ્હી, મુંબઈ કે ગુજરાત જઈ રહ્યા છો? તો આ 3 સસ્તા માર્કેટમાં જવાનું ચૂકતા નહીં, નહિતર પસ્તાશો!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">