AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  ગુજરાતમાં હવામાનનો મોટો ફેરફાર! જાણો કયા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ, જુઓ Video

Breaking News : ગુજરાતમાં હવામાનનો મોટો ફેરફાર! જાણો કયા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ, જુઓ Video

| Updated on: Apr 20, 2026 | 9:40 AM
Share

હવામાન વિભાગે 21 એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ 19 થી 21 એપ્રિલ દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં વધારો નોંધાશે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને 20 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લામાં પડી શકે છે વરસાદ

અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે. 20 એપ્રિલે, અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે 21 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગરમીમાં વધારો થવાની શક્યતા

આ સાથે અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. દક્ષિણ રાજસ્થાન અને તેના પડોશી વિસ્તારો પર 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના પ્રભાવ હેઠળ 20 અને 21 એપ્રિલના રોજ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે.

પકોડી લારીઓ પર પર પ્રતિબંધ, શું તમે ખાઈ રહ્યા હતા ‘સ્લો ઝેર’? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">