Ambaji : ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલે દર્શન અને રોપવે સેવા બંધ, જાણો કારણ, જુઓ Video
યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલના રોજ દર્શન અને રોપવે સેવા બંધ રહેશે. મધમાખીઓના હુમલાની ભીતિને કારણે યાત્રાળુઓની સુરક્ષા માટે મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે.
અંબાજી: ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલના રોજ દર્શન અને રોપવે સેવા બંધ રહેશે. અંબાજી જતા યાત્રાળુઓ માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે આગામી 22 અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત પર દર્શન બંધ રાખવામાં આવશે.
આ નિર્ણય ગબ્બર પર્વત પર અને રોપવેના ટાવર પાસે બોટા મધપુડામાંથી મધમાખીઓ ઉડવાના બનાવો સામે આવ્યા બાદ લેવામાં આવ્યો છે. યાત્રાળુઓ પર મધમાખીના હુમલાની ભીતિ રહેતી હોવાથી લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ પગલું ભરવામાં આવ્યું છે.
22 અને 23 એપ્રિલે ગબ્બર પર્વત પર આરાસુરી માં અંબાના દર્શન અને રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, કોઈ દર્શનાર્થીના જીવને જોખમ ન રહે તે હેતુથી રોપવેના ટાવર અને પથ્થરો પરથી મધપુડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ફોરેસ્ટ વિભાગના સહયોગથી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ, 24 એપ્રિલથી ગબ્બર પર્વત પર માં અંબાના દર્શન અને રોપવે સેવા યાત્રિકો માટે રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.
અમદાવાદ કુમકુમ મંદિરે 5 કિલો ચંદનથી ભગવાનનો અનોખો શણગાર, જુઓ Photos
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
