AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજકોટ ચૂંટણીમાં નણંદ-ભાભી રીવાબા-નયનાબા આમને-સામને, શુભકામના સાથે જ રાજકીય ટકરાવ, જુઓ Video

Breaking News: રાજકોટ ચૂંટણીમાં નણંદ-ભાભી રીવાબા-નયનાબા આમને-સામને, શુભકામના સાથે જ રાજકીય ટકરાવ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2026 | 3:12 PM
Share

Breaking News: વોર્ડ નંબર-2માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નયનાબા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે તેમની ભાભી રીવાબા ભાજપ સાથે જોડાયેલા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રીવાબાએ સૌપ્રથમ નણંદને શુભકામનાઓ પાઠવી, પરંતુ ત્યારબાદ તેમણે ભાજપની જીતનો દાવો કરીને રાજકીય પ્રહાર પણ કર્યા.

રાજકોટ શહેરમાં ચૂંટણી પ્રચાર ગરમાયો છે, પરંતુ આ વખતે રાજકારણમાં એક અનોખી પરિવારિક ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના રાજકીય જંગમાં હવે નણંદ અને ભાભી આમને-સામને આવી ગયા છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

વોર્ડ નંબર-2માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નયનાબા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે તેમની ભાભી રીવાબા ભાજપ સાથે જોડાયેલા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રીવાબાએ સૌપ્રથમ નણંદને શુભકામનાઓ પાઠવી, પરંતુ ત્યારબાદ તેમણે ભાજપની જીતનો દાવો કરીને રાજકીય પ્રહાર પણ કર્યા.

નયનાબાએ પણ આપ્યું નિવેદન

રીવાબાએ જણાવ્યું કે, “નયનાબાને શુભકામનાઓ, પરંતુ જીત તો ભાજપની જ થશે. લોકો ભાજપના ઉમેદવારને જંગી લીડથી જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવશે.”

બીજી તરફ, નયનાબાએ પણ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જે કોઈ શુભેચ્છા આપે છે તેનો આભાર, પરંતુ જીત કોણે મળશે તે તો સમય જ બતાવશે.” તેમણે આગળ ઉમેર્યું કે કોંગ્રેસ જમીન પર રહીને કામ કરે છે, જ્યારે ભાજપના કોર્પોરેટરો છેલ્લા પાંચ વર્ષમાં ક્યાંય જોવા મળ્યા નથી.

લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા: નયનાબા

નયનાબાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “જો ભાજપે કામ કર્યું હોત તો દરેક વોર્ડમાં ઉમેદવાર બદલવાની જરૂર કેમ પડી?” તેમણે દાવો કર્યો કે લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા છે.

હવે આ પરિવારિક અને રાજકીય ટક્કરનું પરિણામ શું આવશે તે 28મી તારીખે સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે રાજકોટની આ ચૂંટણીમાં નણંદ-ભાભીની આ લડત શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

Breaking News: “ભારતના ટૂકડા કરવા માટે દેશના મુસ્લિમો નહીં કોંગ્રસ પાર્ટી જવાબદાર”- સુરતથી ઓવૈસીનો કોંગ્રેસ પર પ્રહાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">