AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળઝાળ ગરમીમાં અમદાવાદ કુમકુમ મંદિરે 5 કિલો ચંદનથી ભગવાનનો અનોખો શણગાર, 40 વર્ષની પરંપરા યથાવત, જુઓ Photos

અમદાવાદના કુમકુમ મંદિરમાં કાળઝાળ ગરમી વચ્ચે ભગવાનને ઠંડક આપવા 5 કિલો ચંદનમાંથી વિશેષ વાઘા શણગાર કરાયો. આ 40 વર્ષ જૂની પરંપરામાં યુવાનો દ્વારા સાત દિવસ મહેનત કરી ચંદનની પેસ્ટ બનાવાઈ.

| Updated on: Apr 19, 2026 | 7:11 PM
Share
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ મંદિર ખાતે કાળઝાળ ગરમી વચ્ચે ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા. તા. 19 એપ્રિલ, રવિવારના રોજ આ વિશેષ સેવા ભક્તિભાવ સાથે યોજાઈ હતી. વૈશાખ મહિનાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય તે માટે 5 કિલો ચંદનમાંથી આ અનોખો શણગાર તૈયાર કરવામાં આવ્યો.

1 / 5
આ શણગાર તૈયાર કરવા માટે સતત સાત દિવસ સુધી તૈયારી કરવામાં આવી હતી. કિશોરો અને યુવાનો દ્વારા પથ્થર પર ચંદન ઘસીને તેની પેસ્ટ બનાવવામાં આવી, જે પછી ભગવાનના વાઘાના શણગાર માટે ઉપયોગમાં લેવાઈ. આ પ્રક્રિયા માત્ર એક પરંપરા નહીં, પરંતુ ભક્તિ અને સેવા ભાવનું સુંદર પ્રતિબિંબ છે.

2 / 5
મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે ભગવાનને ચંદનના શણગાર અર્પણ કર્યા બાદ બાકી રહેલા ચંદનમાંથી ગોળીઓ (ગોટીઓ) બનાવવામાં આવે છે. આ ગોટીઓનો ઉપયોગ સંતો અને હરિભક્તો તિલક માટે કરે છે, જે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

3 / 5
વૈશાખ માસ દરમિયાન તાપમાન 42 થી 44 ડિગ્રી કે તેથી વધુ પહોંચી જાય છે. આવી ગરમીથી બચવા લોકો પંખા, એર કૂલર અને એસી જેવા સાધનોનો ઉપયોગ કરે છે. આજકાલ મંદિરોમાં પણ ભગવાનને ઠંડક મળે તે માટે એસી અને પાણીના ફુવારા જેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ જૂના સમયમાં આ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ભક્તો હાથથી પંખો પખાળતા અને ચંદન ઘસીને ભગવાનને શણગારતા, જેને ચંદનનો શણગાર કહેવાય છે.

4 / 5
આ પરંપરાનું ધાર્મિક મહત્વ પણ છે. વચનામૃતના છેલ્લા પ્રકરણના 23મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન દ્વારા ઋતુ અનુસાર ભગવાનની સેવા કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ માર્ગદર્શનને અનુસરીને કુમકુમ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી ચંદનના વાઘાના શણગારની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે.

5 / 5
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">