Breaking News : ધ્રાંગધ્રામાં તાંત્રિક વિધિ કરી 5 વર્ષીય બાળકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો, જુઓ વીડિયો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પુનીતનગર વિસ્તારમાં પાણીની કુડી માથી પાંચ વર્ષ ના બાળકનો મૃતદેહ મળવા મામલે મોટો ખુલાસો થયો છે.તાંત્રિક વિધિ કરી 5 વર્ષીય બાળકની હત્યા થયાનો ખુલાસો થયો છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.તાંત્રિક વિધિ કરી 5 વર્ષીય બાળકની હત્યા કર્યાનો ખુલાસો થયો છે.રેહાના માયકે નામની મહિલા તાંત્રિકે હત્યા કર્યાનું સામે આવ્યું છે.હત્યા કરનાર મહિલા તાંત્રિક રેહાનાની પોલીસે અટકાયત કરી છે. મહિલા તાંત્રિકની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.પુનીતનગર વિસ્તારમાં પાણીની કુંડીમાંથી મૃતદેહ મળ્યો હતો. મોતના 15 દિવસે મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યો હતો.
બાળકને ભુવા તરીકે ઓળખાતી રેહાનાબેન માયક એ બાળક પર તાંત્રીક વિધી કરી મારી નાખવાનું બાહાર આવ્યું છે.પોલીસ એ હત્યારી ભુવીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
જાણો આખો મામલો શું હતો
થોડા સમય પહેલા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 5 વર્ષના બાળકનું રહસ્યમય મોત થયું હતુ. 15 દિવસ પહેલાં પાણીની કુંડીમાં પડતાં બાળકનું મોત થયુ હતુ,પરંતુ પંદર દિવસ બાદ મૃતક બાળકના માતા પિતાને બાળક સાથે અજુગતુ બન્યુ હોઇ અને હત્યા કરી હોવાની શંકાઓ પોલીસ સમક્ષ કરી હતી.પોલીસે મામલતદાર અને ઉચ્ચ અધિકારીની હાજરીમાં તપાસ કરી હતી.કબ્રસ્તાનમાંથી દફનાવેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોરેન્સિક લેબના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે શંકાસ્પદ લોકો પર વોચ રાખી ઝીણવટભરી તપાસ કરી હતી.હવે તાંત્રિક વિધિ કરી 5 વર્ષીય બાળકની હત્યા કર્યાનો ખુલાસો થયો છે.રેહાના માયકે નામની મહિલા તાંત્રિકે હત્યા કર્યાનું સામે આવ્યું છે.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથ પૂજન, જુઓ વીડિયો
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
