‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’માં મૈથિલી ઠાકુર અને સુધાંશુ ત્રિવેદી સહિતની મોટી હસ્તીઓએ લીધો ભાગ, દેવી દુર્ગાના લીધા આશીર્વાદ
'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'ના ત્રીજા દિવસે ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સુધાંશુ ત્રિવેદીએ દેવી દુર્ગાની પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન TV9 ગ્રુપના Whole Time Director હેમંત શર્મા અને CEO બરુણ દાસ પણ હાજર રહ્યા હતા. ફેસ્ટિવલના ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ નૃત્યની કલાનો આનંદ માણ્યો હતો.

'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'ના ત્રીજા દિવસે ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સુધાંશુ ત્રિવેદીએ દેવી દુર્ગાની પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન TV9 ગ્રુપના Whole Time Director હેમંત શર્મા અને CEO બરુણ દાસ પણ હાજર રહ્યા હતા.

ફેસ્ટિવલના ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ નૃત્યની કલાનો આનંદ માણ્યો હતો. દેવી દુર્ગાના દર્શનની સાથે લોકો ખરીદી પણ કરી હતી.

'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા' ઈવેન્ટના ત્રીજા દિવસે લોક ગાયિકા મૈથિલી ઠાકુર તેના ભાઈઓ ઋષભ અને અયાચી સાથે પહોંચી હતી. તેમણે મા દુર્ગાની આરતી કરી આશીર્વાદ લીધા હતા. TV9 ગ્રુપના CEO બરુણ દાસ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

TV9 ગ્રુપના Whole Time Director હેમંત શર્મા, ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદી અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત સાથે હાજર છે. તેઓ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ભાગ લેવા પહોંચ્યા હતા.

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ત્રીજા દિવસે રવિવારે મા દુર્ગાની આરતીમાં TV9 ગ્રુપ Whole Time Director હેમંત શર્મા, TV9 ગ્રુપના CEO બરુણ દાસ અને અન્ય લોકોએ ભાગ લીધો હતો.

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં 100થી વધુ ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં લોકોએ વિવિધ પ્રકારની વાનગીઓની મજા માણી હતી.

ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને કાર્યક્રમનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ ફેસ્ટિવલમાં લોકોએ મ્યુઝિકની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આનંદ માણ્યો હતો.