ગ્રાઉન્ડ કરતા વધુ જરૂરી છે પિચની સેફટી, જાણો તેના માટે શું છે ICCનો નિયમ?
TV સામે બેઠેલા કરોડો દર્શકો અને સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સને જો આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો દેખાય, તો તરત ચિંતા શરૂ થાય કે મેચનું શું થશે. પણ મેચ ઓફિશિયલ્સ અને ખેલાડીઓને ચિંતા મેચ કરતાં વધુ પિચની હોય છે. આવા સમયે પિચને સુરક્ષિત રાખવા માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. ICC રૂલબુક અનુસાર ક્રિકેટના દસમાં નિયમ "Covering the pitch"માં શું જણાવ્યું છે, ચાલો જાણીએ આ આર્ટિકલમાં.

પિચ એટલે ક્રિકેટના મેદાનનું મુખ્ય સ્થાન, જ્યાં બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન તેને રમે છે. જો વરસાદ પડે તો પિચ ભીની થઈ શકે, એ ન થાય તે માટે મોટી પ્લાસ્ટિક જેવી ચાદરથી પિચને ઢાંકવામાં આવે છે. આ પ્રક્રિયાને કહેવાય Covering the pitch (પિચને કવર કરવી).

જો વરસાદ પડવાનો અંદાજ પહેલાથી હોય, તો પિચને પહેલેથી જ કવર કરવામાં આવે છે. રમત દરમિયાન વરસાદ શરૂ થાય ત્યારે પણ તરત પિચને ઢાંકી દેવામાં આવે છે, જેથી પાણી પિચમાં ન જાય.

પિચ તો ઢાંકવી જ પડે, પણ સાથે સાથે પિચની બાજુમાં 4 ફૂટ જેટલી જગ્યાને પણ ઢાંકવી પડે છે. જો શક્ય હોય તો બોલરના દોડવાના વિસ્તાર (run-up)ને પણ ઢાંકી શકાય છે.

જેમ પિચને ઢાંકવું Ground Authority (મેદાનવાળા) નક્કી કરે છે, તેમ કવર દૂર કરવાનું પણ એ જ નક્કી કરે છે. પણ ક્યારે કવર મુકવું કે કાઢવું એ બંને ટીમના કેપ્ટન અને અમ્પાયર સાથે વાત કરી જ નક્કી થાય છે.

મેચ પહેલા કે ચાલુ મેચ દરમિયાન જો વરસાદ પડે તો પિચ ભીની થઈ જાય અને તેનાથી બેટિંગ-બોલિંગ બંનેની સ્થિતિ બગડી જાય છે અને ખેલાડીઓને રમવામાં તકલીફ પડે છે. એટલે પિચની સારી સ્થિતિ જાળવવા માટે આ નિયમ જરૂરી છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
