એક મેચમાં કેટલા બ્રેક હોય છે ? જાણો ક્રિકેટમાં બ્રેક માટે ICCનો ખાસ નિયમ શું છે?
ક્રિકેટ એ નિર્ધારિત સમયની રમત છે, જેમાં ફક્ત બોલિંગ અને બેટિંગ જ નહીં પરંતુ બ્રેક (Intervals) પણ નિયમ મુજબ લેવાય છે. ICCની રૂલબુક અનુસાર, નિયમ નંબર 11 મેચ દરમિયાન લેવાતા તમામ પ્રકારના વિરામો અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. આ નિયમ ખેલાડીઓના આરામ અને રમતના વ્યવસ્થિત સંચાલન માટે ખૂબ જ મહત્વનો છે.

ICC રૂલબુક મુજબ નિયમ નંબર 11 “Intervals” ક્રિકેટમાં લેવાતા દરેક પ્રકારના બ્રેક વિશે માહિતી આપે છે.

મેચ દરમિયાન ચાર પ્રકારના બ્રેક હોય છે. લંચ બ્રેક, ટી બ્રેક, ઈનિંગ બ્રેક અને ડ્રિન્ક્સ બ્રેક. આ તમામ વિરામો પહેલા થી નક્કી કરેલા સમય મુજબ લેવાતા હોય છે.

લંચ માટે સામાન્ય રીતે 40 મિનિટનો વિરામ, ટી માટે 20 મિનિટનો વિરામ, એક ઈનિંગ પૂર્ણ થયા બાદ અને બીજી ઈનિંગ શરૂ થવા વચ્ચે 10 મિનિટનો બ્રેક અને દરેક સેશન દરમ્યાન 4-5 મિનિટનો ડ્રિન્ક્સ બ્રેક લેવામાં આવે છે.

વિશિષ્ટ પરિસ્થિતિમાં ફેરફાર: જો વરસાદ, પ્રકાશનો અભાવ (bad light) કે અન્ય કારણોસર વિલંબ થાય, તો અમ્પાયરો કેપ્ટનોની સંમતિથી વિરામનો સમય ઓછો કે વધુ કરી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય અમ્પાયરનો હોય છે.

દરેક બ્રેક સમયસર લેવાય અને રમત સમયસર ફરી શરૂ થાય એ સુનિશ્ચિત કરવાનું કામ અમ્પાયરોનું છે. કેપ્ટનો પણ પોતાની ટીમને સમયસર મેદાનમાં લાવવા માટે જવાબદાર હોય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
