વિરાટ કોહલી (Virat Kohli) એ શનિવારે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું. તેમણે એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. ટીમ ઈન્ડિયાને હાલમાં જ દક્ષિણ આફ્રિકાના હાથે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ જ કોહલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. હવે તે કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી. માત્ર ત્રણ મહિનામાં કોહલીએ ત્રણ ટીમોની કેપ્ટનશીપ છોડી દીધી.
1 / 5
કોહલી 2013 થી IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો, પરંતુ IPL-2021 વચ્ચેની સિઝનમાં તેણે આ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તે પોતાની કેપ્ટનશીપ દરમિયાન RCB માટે એક પણ ટાઇટલ મેળવી શક્યો નથી. 11 ઓક્ટોબરે કોહલીએ RCBના કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ રમી હતી.
2 / 5
Virat Kohli T20 Captain
3 / 5
આ પછી રોહિત શર્મા (Rohit Sharma) ને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં BCCI એ પણ જાહેરાત કરી હતી કે વિરાટ કોહલી હવે ODI ટીમનો કેપ્ટન રહેશે નહીં અને આ જવાબદારી પણ રોહિતના માથે આવી ગઈ. નવેમ્બર પછી બીજા મહિને જ કોહલી પાસેથી બીજી ટીમની કપ્તાની ગઈ. કોહલીએ ત્રણ મહિનામાં ત્રીજી ટીમની કેપ્ટનશીપ ગુમાવી છે.
4 / 5
વર્ષ 2022 આવ્યું અને ભારત પાસે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક હતી. વિરાટ કોહલી હવે માત્ર ટેસ્ટનો કેપ્ટન હતો પરંતુ તે પોતાની કેપ્ટનશીપમાં ભારત માટે આ શ્રેણી જીતી શક્યો ન હતો. શનિવારે તેણે ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો, એટલે કે સતત ચોથા મહિને કોહલીને ચોથી ટીમના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો.