Vaibhav Suryavanshi: જે ક્રિસ ગેલ-રોહિત શર્મા પણ ના કરી શક્યા, તે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ કરી બતાવ્યું
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશીએ UAE સામે પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોની ઊંઘ હરામ કરી દીધી હતી. યુવા ડાબા હાથના બેટ્સમેને માત્ર 42 બોલમાં 144 રનની આશ્ચર્યજનક ઈનિંગ રમી હતી. જે ક્રિસ ગેલ અને રોહિત શર્મા જેવા બેટ્સમેન ના કરી શક્યા તે આ 14 વર્ષના છોકરાએ કરીને બતાવ્યું છે.

14 નવેમ્બરના રોજ, જ્યારે દેશ બાળ દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે એક 14 વર્ષનો છોકરો પુખ્ત વયના ખેલાડીઓ સાથે રમતા મોટા રેકોર્ડ બનાવી રહ્યો હતો. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પહેલીવાર ભારતીય જર્સીમાં અંડર-19 સ્તરથી ઉપર ક્રિકેટ રમીને રેકોર્ડબ્રેક સદી ફટકારીને ઈતિહાસ રચ્યો.

પહેલીવાર સિનિયર લેવલની ભારતીય ટીમમાં પસંદગી પામેલા વૈભવે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની પોતાની પહેલી મેચમાં માત્ર 32 બોલમાં સદી ફટકારી. પહેલીવાર ભારત માટે કોઈપણ સ્તરે T20 ક્રિકેટ રમીને વૈભવે UAE સામેની મેચમાં આ આશ્ચર્યજનક સદી ફટકારી અને ઈતિહાસ રચ્યો.

માત્ર 14 વર્ષ અને 232 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશી કોઈ પણ દેશની ટીમ (સિનિયર રાષ્ટ્રીય ટીમ અને અંડર-૧૯ ટીમોને બાદ કરતાં) માટે સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બન્યો. 324.85 ના તેના સ્ટ્રાઈક રેટે આ ઈનિંગને પુરુષોની T20 ક્રિકેટમાં ચોથી સૌથી ઝડપી સદી બનાવી.

એટલું જ નહીં, વૈભવે એવી સિદ્ધિ પણ મેળવી જે ક્રિસ ગેલ, રોહિત શર્મા અને શાહિદ આફ્રિદી જેવા વિસ્ફોટક બેટ્સમેન પણ મેળવી શક્યા નહીં. વૈભવ હવે 35 કે તેથી ઓછા બોલમાં બે T20 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ, તેણે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે 35 બોલમાં સદી ફટકારી હતી.

વૈભવની ઈનિંગની વાત કરીએ તો, આ યુવા ડાબોડી બેટ્સમેને ફક્ત 42 બોલમાં 144 રન બનાવ્યા. તે બેવડી સદી ફટકારી શક્યો હોત પણ 13મી ઓવરમાં આઉટ થઈ ગયો. તેની ઈનિંગ દરમિયાન, વૈભવે 15 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા, તેનો સ્ટ્રાઈક રેટ 324.85 હતો. (PC : PTI / GETTY / ACC)
વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો યુવા સુપરસ્ટાર સબિત થયો છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
