U-19 Asia Cup : વૈભવ સૂર્યવંશી બીજી મેચમાં પણ ફ્લોપ રહ્યો,જાપાન સામે બેટ ન ચાલ્યું
પાકિસ્તાન વિરુદ્ધ 1 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીની શરુઆત જાપાન સામે પણ સારી રહી ન હતી. જાપાન વિરુદ્ધ મોટી તાકાત તેના માટે આફત બની હતી. અંડર-19 એશિયા કપમાં રમાયેલી પહેલી 2 મેચ બાદ વૈભવ સૂર્યવંશીના ખાતામાં 25 રન પણ નથી.

પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચ હારનારી ભારતીય ટીમ શારજહામાં જાપાન વિરુદ્ધ બીજી મેચ રમી રહી છે. આ મેચમાં જાપાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

13 વર્ષના વૈભવ સૂર્યવંશી પોતાના ઓપનિંગ પાર્ટનર સાથે બેટિંગ કરવા ઉતર્યો છે. 7 ઓવર સુધીમાં ભારતનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વગર 65 રન હતો. પરંતુ 8મી ઓવરમાં ગેમ પલટાઈ ગઈ હતી.કાઝુમાએ વૈભવને પવેલિયન મોકલ્યો હતો.

વૈભવ સૂર્યવંશી 23 રન પર આઉટ થયો હતો. 13 વર્ષના આ ખેલાડીએ 100ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.આ એ જ વૈભવ છે ,જેણે ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે અલગ ફોર્મેટમાં માત્ર 58 બોલમાં સદી ફટકારી છે.

વૈભવ સૂર્યવંશી પહેલી વખત ત્યારે ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તે ઓક્શનના મેદાનમાં ઉતર્યો હતો. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સે તેમને 1.10 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ તે અંડર 19 એશિયા કપ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તો સૌની નજર વૈભવ સૂર્યવંશી પર હતી.

આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં 1.10 કરોડ રુપિયામાં રાજસ્થાનની ટીમમાં સામેલ થયેલો 13 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો ફ્લોપ શો ચાલું છે. તમને જણાવી દઈએ કે, આઈપીએલના મેગા ઓક્શનમાં સૌથી નાનો ખેલાડી હતો.

































































