વિરાટ કોહલી-રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા કરવું પડશે આ કામ!
વિરાટ કોહલી અને રોહિત શર્માના વનડે નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી છે. બંને છેલ્લા 5 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી અને તેમના વાપસી માટે હજુ 2 મહિનાથી વધુ સમય બાકી છે. આવી સ્થિતિમાં, નિવૃત્તિ અંગે ચર્ચાઓ ચાલુ છે. આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા બંનેએ ફોર્મ પાછું મેળવવા અને પોતાને ટીમમાં સિલેક્શન માટે સાબિત કરવા 3 મેચ રમવી પડી શકે છે.

ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા, જેમણે ODI ક્રિકેટમાં અનુક્રમે 14 હજાર અને 11 હજારથી વધુ રન બનાવ્યા છે, તેમને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે, તે પણ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાના થોડા મહિના પછી.

T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ બંને બેટ્સમેનોને વનડે ટીમમાં સ્થાન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેમની છેલ્લી સીરિઝ સાબિત થઈ શકે છે.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને બેટ્સમેન 2027ના વર્લ્ડ કપ માટે ટીમ મેનેજમેન્ટની યોજનાઓનો ભાગ નથી. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી તેમને નિવૃત્તિ લેવાની ફરજ પડી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો બંને આગળ રમવા માંગતા હોય, તો તેમણે વિજય હજારે ટ્રોફીમાં પણ પોતાને સાબિત કરવું પડશે.

પરંતુ એક અહેવાલમાં, BCCIના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં બોર્ડ આ બંનેની નિવૃત્તિ અંગે ઉતાવળમાં નથી. જોકે, BCCIમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા બંનેએ 3 વનડે મેચ રમીને પોતાનું ફોર્મ પાછું મેળવવું જોઈએ.

ઓસ્ટ્રેલિયામાં 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ODI શ્રેણી રમાશે. પરંતુ તે પહેલા, 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા A અને ભારત A વચ્ચે ODI શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં, BCCIમાં ચર્ચા ચાલી રહી છે કે રોહિત અને વિરાટે પણ આ શ્રેણીની 2 મેચ રમવી જોઈએ, જેથી તેઓ ઓસ્ટ્રેલિયા જતા પહેલા ફોર્મમાં આવી શકે. (All Photo Credit : PTI / Getty)
T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ હવે વિરાટ-રોહિતની ODIમાંથી નિવૃત્તિ અંગે સતત ચર્ચા થઈ રહી છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
