T20 World cup 2024: સુપર ઓવરમાં નામિબિયાની થઈ જીત, ઓમાનને મળી પહેલી હાર
ટી 20 વર્લ્ડકપની શરુઆત થઈ ચુકી છે. ત્રીજી મેચ ઓમાન અને નામીબિયા વચ્ચે રમાઈ હતી. આ મેચ ખુબ જ રોમાંચક રહી હતી અને અંતે આ મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતુ.

નામીબિયા અને ઓમાન વચ્ચે રમાયેલી મેચને T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. કારણ કે ક્રિકેટ ફેન્સ જે જોવા માંગે છે તે બધું આ મેચમાં જોવા મળ્યું હતુ.

ઓમાન અને નામીબિયા વચ્ચે વર્લ્ડકપ 2024ની ત્રીજી મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતુ. ગ્રુપ બીમાં બ્રિઝટાઉનમાં રમાયેલી આ મેચમાં ઓમાને પહેલા બેટિંગ કરી 109 રન બનાવ્યા હતા.

ત્યારબાદ નામીબિયાએ પણ 6 વિકેટ ગુમાવી સ્કોર કર્યો હતો. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ડેવિડ વિસ નામિબિયા માટે હિરો બન્યો હતો.

ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓમાનની ટીમે 19.4 ઓવરમાં 109 રન બનાવ્યા હતા. તેનો સામનો કરવા ઉતરેલી નામીબિયાએ 20 ઓવરમાં 109 રન બનાવ્યા હતા. ત્યારબાદ આ મેચનો નિર્ણય સુપર ઓવરમાં ગયો હતો.

ક્વોલિફાયમાં શાનદાર પ્રદર્શન કરનારી નામીબિયાની ટીમે ટી 20 વર્લ્ડકપ 2024ની શરુઆત જીત સાથે કરી છે. આ સુપર ઓવરમાં ડેવિડ વિસે હિરો બન્યો હતો.તેમજ નામીબિયાને રોમાંચક જીત અપાવી હતી.
