Prithvi Shaw: વૈભવ સૂર્યવંશીની સદી પર ભારે પડી પૃથ્વી શોની 30 બોલમાં 66 રનની ઈનિંગ
વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર સદી ફટકારીને રેકોર્ડ તોડ્યા, પરંતુ તેની સદી વ્યર્થ ગઈ. મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શોએ શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને વિજય અપાવ્યો અને બિહારની હાર થઈ હતી.

વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 61 બોલમાં અણનમ 108 રન બનાવ્યા, પરંતુ મહારાષ્ટ્ર સામે તેની ઇનિંગ નિરર્થક સાબિત થઈ. મહારાષ્ટ્રના કેપ્ટન પૃથ્વી શોએ તેની ઇનિંગ બરબાદ કરી દીધી.

કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં વૈભવ સૂર્યવંશીએ 7 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા. તેની ઇનિંગથી બિહારનો સ્કોર 20 ઓવરમાં 176 રન સુધી પહોંચ્યો હતો.

જવાબમાં મહારાષ્ટ્રે ફક્ત 19.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું, જેમાં કેપ્ટન પૃથ્વી શોએ ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. શોએ 30 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહાર ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેઓ ત્રણેય મેચ હારી ગયા છે. જોકે, સૂર્યવંશીએ આ ટુર્નામેન્ટમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

વૈભવ સૂર્યવંશી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. સૂર્યવંશીએ માત્ર 14 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. (PC: PTI)
માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી તેની શાનદાર ઈનિંગથી ધમાલ મચાવી દીધી છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
