રોહિત શર્માના 5 રેકોર્ડ જે ‘વનડે કિંગ’ વિરાટ કોહલી ક્યારેય તોડી શકશે નહીં
રાંચીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ એવો રેકોર્ડ બનાવ્યો છે. જેમણે તેને વનડે ક્રિકેટનો કિંગ સાબિત કર્યો છે. તેમ છતાં રોહિત શર્માના અનેક રેકોર્ડથી વિરાટ કોહલી દુર છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માને વનડે ક્રિકેટમાં સૌથી બેસ્ટ બેસ્ટમેન કહેવામાં આવે છે. બંન્ને હજુ પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. બંન્ને ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે બંન્ને માત્ર વનડે મેચમાં રમતા જોવા મળે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ખુબ નજીક છે. રોહિત શર્માની ઉંમર 39 વર્ષ છે. જ્યારે વિરાટ કોહલીની ઉંમર 37 વર્ષ છે. બંન્ને એકસાથે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી હતી. રોહિત શર્માએ 2007માં જ્યારે વિરાટ કોહલીએ 2008માં ડેબ્યુ કર્યું હતુ. બંન્ને ટી20 ક્રિકેટમાંથી વિદાય લીધી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહેશે.

વિરાટ કોહલી ક્રિકેટનો કિંગ છે. તેના નામે એટલા રેકોર્ડ છે કે, સચિનને પણ પાછળ છોડ્યો છે. વનડે ક્રિકેટ જ નહી પરંતુ એક ફોર્મેટમાં સૌથી વધારે 52 ઈન્ટરનેશનલ સદી વિરાટ કોહલીના નામે છે. પરંતુ વનડેમાં કેટલાક એવા રેકોર્ડ પણ છે જેનો વિરાટ કોહલી રોહિત શર્મા સાથે બરાબરી નહી કરી શકે.

ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ વનડે સ્કોરનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 13 નવેમ્બર,2014ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા. તેનાથી વિપરીત, વિરાટ કોહલીનો સૌથી વધુ વનડે સ્કોર 183 છે.

રોહિત શર્માના નામ પર વનડે ક્રિકેટમાં એક બે નહી પરંતુ 3 બેવડી સદી છે. તેમણે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 209 રન બનાવ્યા હતા. 2014માં શ્રીલંકા વિરુદ્ધ 264 રનની ઈનિગ્સ રમી હતી. ત્યારબાદ 2017માં 208 રન બનાવી અણનમ રહીને, રોહિત ત્રીજી વખત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો. તેનાથી વિપરીત, વિરાટ કોહલી, 2012માં પાકિસ્તાન સામે 183 રન બનાવ્યા ક્યારેય બેવડી સદીની નજીક પણ પહોંચી શક્યો નથી.

રોહિત શર્માના નામે એક વનડે સીરિઝમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. રોહિત શર્માએ 2019ના વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. આ કારનામું કોઈ બેટ્સમેન કરી શક્યું નથી. વિરાટ કોહલીએ એક વનડે સીરિઝમાં 3 સદી ફટકારી છે.

રોહિત શર્માના નામ પર વનડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ છે. રોહિત શર્માએ 30 નવેમ્બર 2025ના રોજ રાંચી વનડેમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ સિક્સનો વરસાદ કર્યો હતો. 352 સિક્સ છે. વિરાટ કોહલીએ અત્યારસુધી 306 મેચમાં 159 સિક્સ ફટકારી છે.

રોહિત શર્માના નામ પર કોઈ એક ઈનિગ્સમાં ચોગ્ગા-છગ્ગાથી સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. રોહિત શર્માએ પોતાની 264 રનની ઈનિગ્સ દરમિયાન 186 રન ચોગ્ગા અને સિક્સ ફટકારી બનાવ્યા હતા. જેમાં 33 ચોગ્ગા અને 9 સિકસ છે. વિરાટ કોહલી આ રેકોર્ડના લિસ્ટમાં ટોપ-30માં સામેલ નથી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
