BCCIએ રોહિત અને વિરાટનું ટેન્શન વધારી દીધું! ટીમ ઈન્ડિયામાં માત્ર એક જ શરત પર મળશે સ્થાન
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ODI સીરિઝ સાથે મેદાનમાં વાપસી કરી હતી પરંતુ આ સીરિઝ બાદ બંન્ને હાલ ક્રિકેટના મેદાનથી દુર છે કારણ કે, ટીમ ઈન્ડિયા ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાં વ્યસ્ત છે તેમજ બંન્ને આ ફોર્મેટમાંથી સંન્યાસ પણ લઈ ચૂક્યા છે.

Team India Selection : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ થયાના ઘણા દિવસો થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ભારતીય ક્રિકેટના બંન્ને દિગ્ગજો હવે માત્ર વનડે ક્રિકેટમાં જ એક્ટિવ છે.

ટીમથી બહાર બાદ અને સંન્યાસની અટકળો વચ્ચે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે સીરિઝમાં આ બંન્ને ખેલાડીઓએ એન્ટ્રી કરી હતી. પરંતુ હજુ પણ તેનું સ્થાન જોવા મળી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતીય કંટ્રોલ બોર્ડે બંન્ને સામે શરત રાખી છે કે, ઘરેલું ક્રિકેટ રમવા પર તેમને આગળ જઈ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચની વનડે સીરિઝમાં ભાગ લીધા બાદ વિરાટ અને રોહિત હાલમાં મેદાનથી દુર છે.કારણ કે, ટીમ ઈન્ડિયાએ હાલમાં એક ટી20 સીરિઝ રમી હતી અને હવે તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમશે.

પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ વનડે સીરિઝ રમશે અને તે પહેલા બીસીસીઆઈએ બંન્ને સ્ટાર ખેલાડીઓને ઘરેલું ક્રિકેટમાં રમવાનો આદેશ જાહેર કર્યો છે.

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતીય બોર્ડે બંન્ને પૂર્વ કેપ્ટનનો ઘરેલું વનડે ટૂર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવાનું કહ્યું છે. પરંતુ આ ટૂર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરુ થશે. 30 નવેમ્બરથી શરુ થઈ રહેલી ભારત-સાઉથ આફ્રિકા વનડે સીરિઝ પર આ શરત લાગુ થશે નહી.

ટીમ ઈન્ડિયાની આગામી વનડે સીરિઝ 11 જાન્યુઆરી 2026થી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હશે અને તેમાં સિલેક્શન માટે બંન્નેએ આ શરત પુરી કરવી પડશે. પરંતુ શું બંન્ને સ્ટાર ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહી. એ જોવાની વાત છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
