Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને આ બે વસ્તુઓથી દૂર રહેવાની દિગ્ગજ ક્રિકેટરે આપી સલાહ
વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ઈંગ્લેન્ડમાં પોતાનો ચાર્મ ફેલાવતો જોવા મળશે. તે ભારતીય અંડર-19 ટીમ સાથે ODI શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ જશે. આ દરમિયાન, વૈભવ સૂર્યવંશીના પિતાએ ખુલાસો કર્યો છે કે તેમના પુત્રને કોનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તે ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ સામે ODI અને મલ્ટી-ડે મેચ શ્રેણી રમતો જોવા મળશે. આ દરમિયાન, તેના પિતાએ જણાવ્યું છે કે વૈભવને કોનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે?

વૈભવના પિતાએ જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સના હેડ કોચ અને દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડે તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમના બાળકની સંભાળ રાખશે. હવે વૈભવને આગળ વધારવાની જવાબદારી તેમની છે.

રાહુલ દ્રવિડે વૈભવના પિતાને વચન આપ્યું હતું કે તે હવે તેના રાજસ્થાન રોયલ્સ પરિવારનો ભાગ છે, પરંતુ તે જ સમયે દ્રવિડે વૈભવના પિતાને કહ્યું હતું કે તેને ફક્ત બે વસ્તુઓથી દૂર રાખજો.

વૈભવ સૂર્યવંશીના પિતાએ કહ્યું, 'દ્રવિડ સરે વૈભવને મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રાખવા કહ્યું હતું. દ્રવિડ સરે કહ્યું હતું કે તેઓ આ ખેલાડીને ટીમ ઈન્ડિયા માટે લાયક બનાવશે.

તાજેતરમાં NCA ખાતે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 90 બોલમાં 190 રન બનાવ્યા. આ ઈનિંગમાં વૈભવ સૂર્યવંશીએ ઘણા છગ્ગા ફટકાર્યા હતા. (All Photo Credit : PTI)
IPL 2025માં ધમાલ મચાવનાર 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી હવે ઈંગ્લેન્ડમાં કમાલ કરવા તૈયાર છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
