આવો છે પાકિસ્તાનના ટી20 વર્લ્ડકપ 2026ના ટીમના કેપ્ટનનો પરિવાર
સલમાન અલી આગા એક જમણા હાથનો મધ્યમ ક્રમનો બેટ્સમેન અને ઓફ-બ્રેક સ્પિન બોલર છે. તે પાકિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમ માટે રમે છે અને હાલમાં પાકિસ્તાનની ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) ટીમનો કેપ્ટન છે.

સલમાન અલી આગાનો જન્મ 23 નવેમ્બર 1993ના રોજ લાહોર, પંજાબમાં એક પંજાબી મુસ્લિમ પરિવારમાં થયો હતો. સલમાન અલી આગા ટી20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાનની ટીમનો કેપ્ટન છે.

સલમાન અલી આગાનો ઉછેર લાહોરમાં થયો હતો, અને તેઓ પંજાબી તેમજ ઉર્દૂ અને અંગ્રેજી ભાષા સારી રીતે જાણે છે. આજે આપણે સલમાન અલી આગાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું.

આવો છે પાકિસ્તાનના કેપ્ટનનો પરિવાર

સલમાન અલી આગા એક પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે જમણા હાથનો મધ્યમ ક્રમનો બેટ્સમેન અને જમણા હાથનો ઓફ બ્રેક સ્પિન બોલર છે.

તે પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન છે. તે વન-ડે આંતરરાષ્ટ્રીય ટીમનો વાઈસ કેપ્ટન પણ છે. સ્થાનિક ક્રિકેટમાં, તે સાઉથ પંજાબ માટે અને પાકિસ્તાન સુપર લીગમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ માટે રમે છે.

તેણે જુલાઈ 2022માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, અને હાલમાં તે ટૂંકા ફોર્મેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન છે.

ફેબ્રુઆરી 2013માં તેમણે લાહોરના એપોલો ક્રિકેટ ક્લબ માટે ઘણા વર્ષો સુધી રમ્યા બાદ ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતુ.એપ્રિલ 2018માં તેમને પાકિસ્તાન કપ માટે ફેડરલ એરિયાઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

જૂન 2018માં, ગ્લોબલ T20 કેનેડા ટુર્નામેન્ટના પ્રારંભિક સીઝન માટે ખેલાડીઓના ડ્રાફ્ટમાં એડમોન્ટન રોયલ્સ માટે રમવા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.

સલમાન અલી આગાએ 6 મેચો 218 રન સાથે એડમોન્ટન રોયલ્સ માટે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી હતો.સપ્ટેમ્બર 2019માં તેમને-20 કાયદ-એ-આઝમ ટ્રોફી ટુર્નામેન્ટ માટે પંજાબની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

ઓક્ટોબર 2021માં તેમને શ્રીલંકાના પ્રવાસ માટે પાકિસ્તાન શાહીન્સની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.જાન્યુઆરી 2021માં સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં તેમનું નામ આપવામાં આવ્યું હતું.

માર્ચ 2021માં તેમને ફરીથી પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.જૂન 2021માં સલમાનને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે પાકિસ્તાનની વન ડે ઇન્ટરનેશનલ (ODI) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

જૂન 2022માં, તેમને શ્રીલંકામાં બે મેચની સીરિઝ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.

તેમણે તે સીરિઝ દરમિયાન પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતુ,

ઓગસ્ટ 2022માં, તેમને નેધરલેન્ડ્સના પ્રવાસ માટે પાકિસ્તાનની ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.આ સીરિઝ દરમિયાન પોતાનું ODI ડેબ્યૂ કર્યું હતુ.

એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી હતી, જેના પછી એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ સમાપ્ત થયા પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ટોસ દરમિયાન પણ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગ સાથે હાથ મિલાવ્યા ન હતા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
