રાવલપિંડીની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ધમાલ મચાવી હતી. આજે ઈંગ્લેન્ડના એક ખેલાડી એ એક ઓવરમાં છ ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
17 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં હાહાકાર મચાવ્યો હતો. આજે હેરી બ્રુકની ધમાકેદાર સગી અને સાઉદ શકીલની ધુલાઈ પણ જોવા મળી હતી.
1 / 5
આજે ટેસ્ટ સીરીઝમાં ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરમાં બેટ્સમેન બ્રુકને બેંટિગની તક આપવામાં આવી હતી, તેણે આ તકનો લાભ ઉઠાવીને જોરદાર સદી મારી હતી.
2 / 5
તેણે માત્ર 52 બોલમાં પોતાની ફિફટી પૂરી કરી લીધી હતી. ત્યારબાદ 12 બોલમાં 8 ચોગ્ગા ફટકારી તેણે 34 રન બનાવ્યા હતા. તેણે પાકિસ્તાનના સ્પિનર સાઉદ શકીલની એક ઓવરની 6 બોલમાં 6 ચોગ્ગા માર્યા હતા.
3 / 5
આ ટેસ્ટ મેચ તેના કરિયરની બીજી ટેસ્ટ મેચ હતી. તેણે તેની બીજી ટેસ્ટ મેચમાં જ સદી મારી હતી. તેણે 80 બોલમાં 100 રન પૂરા કર્યા હતા.
4 / 5
આ સાથે તે ઈંગ્લેન્ડના એ 4 બેટ્સમેનમાંથી ચોથો બેટ્સમેન બન્યો જેણે આજે સદી મારી હતી.