‘મોંઘવારી વધી ગઈ છે…’ મોહમ્મદ શમી પાસેથી 4 લાખ રૂપિયાનું ભરણપોષણ મેળવવા પર હસીન જહાંએ આવું કેમ કહ્યું?
2018માં હસીન જ્હાંએ મોહમ્મદ શમી અને તેના પરિવાર વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બંન્ને અલગ અલગ રહે છે. બંન્નેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં ભરણપોષણને લઈ હાઈકોર્ટે હસીન જ્હાંના પક્ષમાં આદેશ સંભળાવ્યો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેનાથી અલગ રહેતી પત્ની હસીન જ્હાંએ આ મામલે કોલકત્તા હાઈકોર્ટના આદેશની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી અલગ રહેતા આ દંપતીના છૂટાછેડાની ઔપચારિકતાઓ પૂર્ણ થાય તે પહેલાં જ, હાઈકોર્ટે ભારતીય ફાસ્ટ બોલરને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

બંને પક્ષો વચ્ચેના કેસની સુનાવણી બાદ, હાઈકોર્ટે એક આદેશમાં સ્પષ્ટ કર્યું કે, ક્રિકેટર શમીએ હસીન જહાંને ભરણપોષણ તરીકે દર મહિને 4 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તો આ મામલે હસીન જ્હાંએ આ નિર્ણયમાં પોતાની જીત ગણાવી છે અને કહ્યું આ રકમ ઓછી છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શમી અને તેની પત્ની છેલ્લા 7 વર્ષથી અલગ રહે છે. હસીન જ્હાંએ 2018માં શમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને તેના પર છેતરપિંડી અને તેના પરિવાર પર અનેક આરોપ લગાવ્યા હતા. ત્યારબાદથી બંન્ને અલગ રહે છે.

પરંતુ આ દરમિયાન બંન્નેની દીકરી હસીન જ્હાં સાથે રહે છે. આ કેસમાં હસીન જહાંએ કોર્ટમાં અપીલ કરી હતી કે, શમીને તેને ભરણપોષણ તરીકે 10 લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવે.

આ મામલે હવે કોલકત્તા હાઈકોર્ટે ભારતીય ક્રિકેટરને આદેશ આપ્યો કે, તે 4 લાખ રુપિયા ભરણપોષણ આપવું પડશે. આ ભરણપોષણમાંથી અઢી લાખ તેની દીકરી અને દોઢ લાખ રુપિયા હસીન જ્હાં માટે છે. પરંતુ હસીન જ્હાંએ આ રકમને ઓછી ગણાવી છે.

શમીની પૂર્વ પત્નીએ નિર્ણયને પોતાની જીત બતાવી પરંતુ કહ્યું મોંઘવારીના સમયમાં આ રકમ ઓછી છે.શમીની લગ્ઝરી લાઈફ સ્ટાઈલને ધ્યાનમાં લેતા, મારું માનવું છે કે, 4 લાખ રૂપિયા ખૂબ ઓછા છે. અમે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે 7 વર્ષ અને 4 મહિના પહેલાની હતી. હવે મોંઘવારી પણ વધી ગઈ છે."
મેણા ટોણા મારનારને જડબાતોડ જવાબ આપનાર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
